Horrific accident Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ નજીક બનેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને બે થયો છે. અહીં લોકોના ટોળા પર એક ટ્રક પલટી જતાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં ટ્રક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે. મૃતકો સ્થાનિક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ પાસે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક ટ્રક અચાનક પલટી જતાં ટોળા પર ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અમદાવાદ-મહેસાણા હાઇવે પર શેરથા પાસે ગમખ્વાર અકસ્માત, ST બસે ૬ વાહનોને ટક્કર મારી, ૩ ઘાયલ

અમદાવાદ-મહેસાણા હાઇવે પર શેરથા ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક એસટી બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા બસ રોડ પરના અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક, ટેમ્પો, કાર સહિત કુલ ૬ જેટલા વાહનોને ટક્કર લાગી હતી, જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, એસટી બસ અમદાવાદથી મહેસાણા તરફ જઈ રહી હતી ત્યારે શેરથા પાસે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ પહેલા એક બાઇક સાથે અથડાઈ હતી અને ત્યારબાદ આગળ ઉભેલા ટેમ્પો અને કારને પણ ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય ત્રણ વાહનો પણ આ અકસ્માતની ઝપેટમાં આવી ગયા હતા.

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે લોકોને નજીકના અડાલજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રીફર કરવામાં આવ્યા છે.