Shivrajpur Beach: બ્લ્યુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત કરનાર એવા પ્રખ્યાત શિવરાજ પુર બીચ પર નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સહેલાણીઓ માટે 1જૂન 2022થી 30 જુલાઈ 2022 દરમ્યાન ન્હાવાની મનાઈ ફરમાવવમાં આવી છે. જ્યારે પ્રવાસીઓને ફરવા જવા માટે બીચ ખુલ્લો રહેશે. ચોમાસાને લઈને વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને જોતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોંધનિય છે કે, શિવરાજ પુર બીચ વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ન્હાવાનો આનંદ લે છે પરંતુ હવે 30 જુલાઈ સુધી પ્રવાસીઓ આ આનંદ માણી શકશે નહીં.
રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ક્યારે શરુ થશે ચોમાસું અને કેટલો વરસાદ પડશે
અમદાવાદઃ કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે.
હવામાન વિભાગની આગાહીઃ
આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે.ઉલ્લેખનીય છે કે, કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.
10 જૂનથી વરસાદી ઝાપટાંઃ
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.