ગુજરાત જાહેર સેવા આયોગ: જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચના
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Dec 2020 06:50 PM (IST)
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.
ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. પરીક્ષાઓ માટે સબંધિત ઉમેદવારોએ ફ્ક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સૂચનાઓ (પિરિશિષ્ટ 1 અને 2) જ ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા ખંડમા સાથે રાખવાનું રહશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે. પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મજબની સ્ટેપ વાઈઝ કાર્યવાહી કરવાની રહેશે. https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ “Call Letter/Form” >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form” પર “Click” કરવું બાદમાં ઉમેદવારે પોતાની “Job Select” કરવાની રહેશે તથા "Confirmation Number" અને"Birth Date" ટાઈપ કરવાની રહેશે.