ભરૂચના ઝઘડિયામાં બે જૂથ વચ્ચે બબાલ થતા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂથ અથડામણમાં અનેક ફાયરિંગ બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, છોટુ વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલ ગ્રુપ વચ્ચે બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.


પૂર્વ ધારાસભ્ય છોટા વસાવાના  ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલના ગ્રુપની આ બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગોના નિર્માણકાર્યના કોન્ટ્રાક્ટ મેળવવા અને કામ મેળવી કમાણી કરવા અહી ગેંગવોર ચાલી રહી હોવાની ચર્ચા છે.


Mehsana: ઊંઝામાં ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાની વીજ થાંભલા પરથી મળી આવી લાશ


મહેસાણા: ઊંઝાના કહોડા ગામના પ્રેમી પંખીડાએ વીજળીના થાંભલા ઉપર ચડી મોતને વ્હાલું કર્યું છે. ઘરેથી ભાગ્યા બાદ પ્રેમી પંખીડાએ થાંભલા ઉપર ચઢી આત્મહત્યા કરી લીધી હતી. કામલી ગામની સીમમાં બ્રહ્માણી એજી ફીડર નંબર 170/10ના થાંભલા ઉપર ચડીને વીજ વાયર પકડી લેતા યુવક યુવતીનું મોત થયું હતું. એક જ ગામના ઠાકોર પુષ્પાબેન અને ઠાકોર કિરણજીને એકબીજા સાથે આંખો મળી ગઈ હતી. જે આ બંને પ્રેમી પંખીડા ઘર છોડી જતા રહ્યા હતા. કામલી અને મક્તુપુર ગામની સીમમાં ઇલેવન કેવી વીજ લાઈન ઉપર ચડીને આત્મહત્યા કરી લીધી હતી.


મહીસાગરમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકાના નાના પડાદરા ગામે ઝાડ પર યુવક યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લામાં એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. કડાણાના નાના પડાદરા ગામે યુવક યુવતીએ ઝાડ પર લટકી જીવન ટુંકવાયું હતું. પ્રેમ પ્રકરણમાં જીવન ટૂકાવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. 


નાના પડાદરા ગામની સીમામાં વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જંગલમાં ટીભરાની ડાળીએ લટકતી હાલતમાં બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. ડીટવાસ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. યુવતીના લગ્ન નક્કી થઈ ગયા હોવાના કારણે પ્રેમી પંખીડાએ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.


 ગુજરાતના આ જાણીતા સંતનું હાર્ટ એટેકના કારણે નિધન, ભક્તોમાં છવાયો માતમ


સુરત: શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે