GSEB:ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે 10:30 કલાકે જાહેર થયુ છે,ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લાનું સૌથી વધું 97.20 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લા અગ્રેસર રહ્યો છે જેનું પરિણામ 92.91 ટકા આવ્યું છે.ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું છે ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
પરિણામ ઓનલાઇન ક્યાં જોવા મળશે
ધોરણ 12 સાયન્સના પરીક્ષા પરિણામ ઓનલાઇન જોવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર થયા બાદ અહીં ઓનલાઇન જાણી શકાય છે. વિદ્યાર્થીઓ તેમનો બેઠક કમાંક દાખલ કરીને પરીક્ષાનું પરિણામ જોઇ શકે છે.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. આજે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ 97.20 ટકા પરિણામ આવ્યું હતુ. તે સિવાય સૌથી ઓછું વડોદરા જિલ્લાનું 87.77 ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું હતું. તે સિવાય 34 સ્કૂલનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું હતું.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 831 વિદ્યાર્થીને A-1 ગ્રેડ મળ્યો હતો જ્યારે 8,083 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થિનીઓએ 95.23 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓનું 90.78 ટકા પરિણામ આવ્યું હતું.
ક્યાં જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું
- ધો.12 સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું 95.82 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં વલસાડમાં 89.52 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં નવસારી જિલ્લાનું 95.61 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લાનું 93.3 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં પોરબંદર જિલ્લાનું 90.84 ટકા પરિણામ