International Mother Language Day: માતૃભાષા દિવસે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે મોટી કબુલાત કરી છે. રાજ્ય સરકાર માતૃભાષાનું જતન કરવા માટે ગુજરાતી ભાષાને ફરજિયાત પણે તમામ શાળાઓમાં ભણાવવા માટેનો હુકમ તો 3 વર્ષ પહેલાં કરવામાં આવ્યો, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા મોટી કબુલાત કરવામાં આવી છે કે એવી કેટલીક શાળાઓ ધ્યાને આવી છે કે જે ગુજરાતી વિષય ભણાવી નથી રહી. દરેક શાળાઓએ ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત છે. પછી તે અંગ્રેજી માધ્યમની હોય કે અન્ય કોઈ માધ્યમની હોય. ગુજરાતી ભાષા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આગામી દિવસોમાં નિયમો અનુસાર આ પ્રકારની શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો તેમને કર્યો. સાથે સાથે ગુજરાતી ભાષાની જાળવણી માટે જે કોઈપણ તૃટી કે ખામી હોય તેને દૂર કરવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે તેમ પણ કહ્યું.

     


અમદાવાદમાં વિશ્વ માતૃભાષા દિવસની અનોખી રીતે ઉજવણી


અમદાવાદમાં વિશ્વ માતૃભાષા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માતૃભાષા દિવસ નિમિત્તે હાથીની અંબાડી પર ઢોલ નગારા સાથે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ગ્રંથો મુકી શોભાયાત્રા કાઢવામાં આવી. હાથીની અંબાડી પર ભગવદ્ગોમંડલ અને વિશ્વની અસ્મિતા - મહા સંદર્ભ ગ્રંથ મે સ્થાન આપવામાં આવ્યું. થલતેજ વિસ્તારની શાળા નંબર એક થી બોડકદેવના પંડિત દિન દયાળહોલ સુધી આ શોભાયાત્રા યોજાઈ. શિક્ષણ મંત્રી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ શોભાયાત્રાની શરૂઆત કરાવી. હાથીની અંબાડી, બગી પર વિદ્યાર્થીઓને બેસાડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો આ શોભાયાત્રામાં જોડાયા. ગુજરાતી ભાષાના જતન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અલગ અલગ પ્રકારે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે પરંતુ અમદાવાદમાં જરાતી ભાષાના પુસ્તકો સાથે જાહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હોય તેવી પહેલી ઘટના છે.


માતૃભાષા દિવસ નિમિતે AMC નો મહત્વનો નિર્ણય


અમદાવાદમાં માતૃભાષા દિવસ નિમિતે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળોએ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે સૂચના આપવામાં આવી છે. શોપિંગ મોલ,થિયેટર,સીનેમાગૃહ,નાટયગૃહ જેવા સ્થળોએ ગુજરાતી ભાષા નો ઉપયોગ કરવો પડશે. હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે અધિકારીઓને આદેશ અપાયા છે. બાગ બગીચા,પાર્ક અને વાંચનાલય જેવા સ્થળોએ પણ માતૃભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે.