શોધખોળ કરો

ગુજરાત બજેટ 2026: કનુભાઈ દેસાઈ અને AAP ધારાસભ્યોની વાયરલ તસ્વીરનું શું છે અસલી રહસ્ય?

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને આપના ધારાસભ્યોની તસ્વીરે ચર્ચા જગાવી. જાણો શું છે આ ફોટો પાછળનું અસલી રહસ્ય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 4 લાખ કરોડથી વધુના ઐતિહાસિક બજેટની ચર્ચા વચ્ચે એક તસ્વીરે સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. બુધવારે (18 February, 2026) બજેટ રજૂ થયા બાદ ગૃહની અંદર નાણા મંત્રી સાથે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા હસતા મુખે જોવા મળ્યા હતા. આ તસ્વીર વાયરલ થતા જ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે 'ડબલ સ્ટાન્ડર્ડ' રાજનીતિની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

તસ્વીર પાછળની હકીકત: શુભેચ્છા કે ફરિયાદ?

આ વાયરલ ફોટોમાં કનુભાઈ દેસાઈની આજુબાજુ ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા ઉભેલા દેખાય છે. પ્રશ્ન એ ઉભો થયો કે જે બજેટની બહાર ટીકા થઈ રહી છે, તેની અંદર શુભેચ્છા કેમ અપાઈ રહી છે? આ અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, "અમે પાકિસ્તાનના નાણા મંત્રી સાથે ફોટો નથી પડાવ્યો, આપણા ગુજરાતના મંત્રી છે. અમે તેમને રૂબરૂ મળીને એ કહેવા ગયા હતા કે બજેટમાં જનતાને કોઈ ખાસ ફાયદો નથી." બીજી તરફ હેમંત ખવાએ તેને લોકશાહીની એક તંદુરસ્ત પરંપરા ગણાવી હતી.

ટ્રેક્ટરની એન્ટ્રી અને વિરોધનું નવું સ્વરૂપ

ગૃહની અંદર જ્યારે સ્મિત સાથે તસ્વીરો પડાવવામાં આવી રહી હતી, ત્યારે બીજી તરફ હેમંત ખવા વિધાનસભા પરિસરમાં ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા માટે તેમણે આ અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેમણે દલીલ કરી કે બજેટમાં 48% જનતા માટે 33,000 કરોડ અને 52% ગ્રામીણ જનતા માટે માત્ર 14,000 કરોડની ફાળવણી એ અન્યાય છે.

કોંગ્રેસ અને ભાજપની પ્રતિક્રિયા: 'ડબલ સ્ટાન્ડર્ડ' રાજનીતિ?

આ ઘટનાક્રમ પર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રહાર કરતા કહ્યું કે, "આ બે પ્રકારની રાજનીતિ છે. અંદર જઈને અભિનંદન આપવા અને બહાર આવીને ટીકા કરવી એ યોગ્ય નથી." રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ આ મુદ્દે કહ્યું કે તમામ પક્ષના સભ્યોએ બજેટને આવકાર્યું છે, પરંતુ બહાર આવીને રાજનીતિ કરવી એ તેમની આદત છે.

તસ્વીર કોણે પાડી? સ્માઈલ પ્લીઝનું રહસ્ય

ગૃહની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોવા છતાં આ તસ્વીર કેવી રીતે પડી તે મોટો પ્રશ્ન હતો. જાણવા મળ્યું છે કે આ તસ્વીર સરકારી ફોટોગ્રાફરના કેમેરાથી નહીં પણ મંત્રીના મોબાઈલથી પાડવામાં આવી હતી. પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ પોતે મોબાઈલ હાથમાં લઈને 'સ્માઈલ પ્લીઝ' કહીને આ તસ્વીર લીધી હોવાની ચર્ચા પણ ગૃહમાં સાંભળવા મળી હતી.

Frequently Asked Questions

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટ બાદ AAP ના ધારાસભ્યો નાણા મંત્રી સાથે કેમ જોવા મળ્યા?

AAP ના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા નાણા મંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને બજેટમાં જનતાને કોઈ ખાસ ફાયદો ન હોવાની વાત કહેવા ગયા હતા. હેમંત ખવાએ આને લોકશાહીની તંદુરસ્ત પરંપરા ગણાવી.

હેમંત ખવા વિધાનસભા પરિસરમાં ટ્રેક્ટર લઈને શા માટે પહોંચ્યા હતા?

ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા માટે હેમંત ખવા ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. તેમણે બજેટમાં ગ્રામીણ જનતા માટે ઓછી ફાળવણીને અન્યાય ગણાવ્યો.

કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ AAP ધારાસભ્યોની બજેટ અંગેની પ્રતિક્રિયા વિશે શું કહ્યું?

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેને 'બે પ્રકારની રાજનીતિ' ગણાવી, જ્યારે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું કે બહાર આવીને રાજનીતિ કરવી એ તેમની આદત છે.

વિધાનસભાની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોવા છતાં નાણા મંત્રી સાથે AAP ધારાસભ્યોની તસ્વીર કેવી રીતે પડી?

આ તસ્વીર સરકારી ફોટોગ્રાફરના કેમેરાથી નહીં, પરંતુ મંત્રીના મોબાઈલથી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ આ તસ્વીર લીધી હોવાની ચર્ચા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
Embed widget