Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીએ ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. દિનેશ ઠાકોરને ખેરાલુ બેઠક પરથી આપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે સિવાય વિસનગર બેઠક પરથી જયંતિલાલ પટેલ, માણસા બેઠક પરથી ભાસ્કર પટેલ, પાદરા બેઠક પરથી સંદીપ રાજને આપે ઉમેદવાર બનાવ્યા છે.
Gujarat Election 2022: ભરુચમાં કૉંગ્રેસે મોટો ઝટકો, દિગ્ગજ નેતા 400 કાર્યકરો સાથે ભાજપમાં સામેલ
Gujarat Election 2022: ચૂંટણી ટાણે ફરી કૉંગ્રેસ તૂટી છે. આજે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અને શિક્ષક મગન પટેલ ભાજપમાં જોડાયા છે. મગન પટેલની સાથે ભરૂચ જિલ્લામાંથી 400 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. તમામને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
મગન પટેલ 2012ની ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પર અંકલેશ્વર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે, તેમની હાર થઈ હતી. ભાજપમાં જોડાતા જ મગન પટેલે કહ્યું કે, 2012માં તેમને સ્વર્ગીય અહેમદ પટેલે ટિકિટ આપી હતી. જો કે, તેમના નિધન બાદ ભરૂચમાં કૉંગ્રેસ તેમના મૂળ વિચારોથી દૂર થઈ છે.
ભાજપના સ્ટાર પ્રચારકો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા બિસ્વા સહિતના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવાયા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં અભિનેતા પરેશ રાવલ, હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારીના નામ સામેલ છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક હશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ અભિનેતા પરેશ રાવલ ઉપરાંત ભોજપુરી ગાયક અને પાર્ટીના સાંસદ મનોજ તિવારી, અભિનેતા-રાજકારણી રવિ કિશન અને ગાયક-રાજકારણી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' પણ આ યાદીમાં છે