Gujarat Elections 2022: ગુજરાતમાં થોડા દિવસ પહેલા મોરબીમાં બનેલી પુલ દુર્ઘટનાના પડઘા ટિકિટ ફાળવણીમાં જોવા મળ્યા છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તું કપાયું છે. તેના સ્થાને કાંતિ અમૃતિયા ને આપવામાં આવી ટિકિટ છે.
ભાજપે ગુજરાતના કયા ધારાસભ્યને ફરી આપી ટિકિટ, કોણે કરી જાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલા કેટલા ઉમેદવારોને દિલ્હીથી ફોન કરીને જાણ કરવામાં આવી છે. ભાજપે સાત ધારાસભ્યોને રિપિટ કર્યા છે.
આ ધારાસભ્યોને કર્યા રિપિટ
માંગરોળ – ગણતપત વસાવા
જેતપુર – જયેશ રાદડીયા
લિંબાયત – સંગીતા પાટીલ
વરાછા – કુમાર કાનાણી
વલસાડ – ભરત પટેલ
ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
જલાલપોર – આર.સી.પટેલ
રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા
ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? કઇ બેઠકો ગુમાવવી પડશે? હાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા 100 કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે. બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.
આ પણ વાંચોઃ
In Graphics: ગુજરાત ચૂંટણીમાં ભાજપના આ નેતાઓની ટિકિટ છે નક્કી, જુઓ લિસ્ટ