Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય ચંદરજી ઠાકોરને એક વીડિયો વાયરલ થયો છે. તેને લઈ તેમણે પ્રતિક્રિયા આપી છે.


શું કહ્યું ચંદનજી ઠાકોરે

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, સીએમ ઓફિસથી આ પ્રકારનો વીડિયો વાયરલ થાય એ દુઃખદ બાબત છે. આ વીડિયો એડિટ કરવામાં આવેલ છે અને તદ્દન ખોટો છે, શબ્દો એડિટ કર્યા  છે. જો મુખ્યમંત્રી કાર્યાલયથી આ વીડિયો વાયરલ કરવામાં આવે તો ભાજપ કેટલી હદ સુધી જઈ શકે છે. ભાજપ હંમેશા ભાઈ ભાઈ અને કોમ-કોમ વચ્ચે ઝઘડા કરાવે છે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે. ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, અહીંના ઉમેદવારે ફોર્મ રદ્દ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.


પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાશે  ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરીને ફોર્મ પણ ભર્યું હતું. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અપક્ષ ઉમેદવારી કર્યા બાદ સોમાભાઈએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. સોમાભાઈ પટેલ આજે ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો હતો.  ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમા પટેલ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.


ડોનાલ્ડ ટ્રમ્પની Twitter પર થઈ વાપસી, મસ્કે જણાવ્યું કેમ ફરી એકાઉન્ટ કરવામાં આવ્યું રિસ્ટોર


Donald Trump Twitter Account: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર પાછા ફર્યા છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વિટ દ્વારા આની જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર વપરાશકર્તાઓને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. મતદાનના પરિણામોની વાત કરીએ તો 52 ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. જ્યારે 48 ટકા લોકો તેની વિરુદ્ધ દેખાયા હતા.


ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, "જનતાએ તેનો જવાબ આપી દીધો છે... ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે." અગાઉ, તેણે પ્લેટફોર્મના વપરાશકર્તાઓને પૂછ્યું હતું કે શું પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ.


ટ્રમ્પ પર ટ્વિટર પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?


6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, યુએસ કેપિટોલમાં રમખાણો થયા હતા અને તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર ગણવામાં આવ્યા હતા. રમખાણોમાં તેની ભૂમિકા અંગે અમેરિકામાં પણ તપાસ ચાલી રહી છે. તે જ સમયે, તે મોટાભાગે ટ્વિટર દ્વારા તેના સમર્થકો સાથે વાત કરતો હતો અને આ જ કારણ હતું કે રમખાણો પછી તરત જ તેના પર સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેમની સોશિયલ નેટવર્કિંગ એપ ટ્રુથ સોશિયલ પર સક્રિય છે.