વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી સંબોધિત કરી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દાહોદ વિરોની ધરતી છે. ફરી એક વખત ભાજપની સરકાર બનાવવા માટે એડવાન્સમાં અભિનંદન આપું છું. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવાના છે. જનતા મારા માટે ઇશ્વરનો અવતાર છે. કોગ્રેસ જીત બાદ મતદારો સામે પણ જોતી નથી.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોગ્રેસની સરકારમાં આદિવાસી દેવામાં જ ડૂબેલો રહેતો હતો. કોગ્રેસની સરકારમાં શૌચાલયની સુવિધા નહોતી. આદિવાસી પરિવાર સાથે મારો પારિવારીક સંબંધ છે. ઘરનો માણસ હોય ત્યાં કામમાં કોઇ ખોટ ન હોય. હિંદુસ્તાનને દોડાવે તેવા એન્જિન દાહોદમાં બનવાના છે.
વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે એક ભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે. એક આદિવાસી દિકરીને રાષ્ટ્રપતિ બનાવતા હતા પરંતુ એ ભાઇએ ટેકો ન આપ્યો. આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનતા અટકાવવા વિપક્ષે ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આદિવાસી પરિવારના રોટલા ખાઇને હું મોટો થયો છું. આદિવાસીઓના વિકાસ માટે અમે અનેક યોજના બનાવી છે. ભારત અને ગુજરાતમાં વિમાન બનાવવાના કારખાના લાવ્યા છીએ. અમે ગામડાના માણસો અને ભારતની પ્રગતિની ચિંતા કરીએ છીએ. અમે ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે.
વડાપ્રધાને કહ્યું કે દાહોદમાં જૂના સાથીઓનો મળવાનો મોકો મળ્યો. મતદારોએ મને સત્તા માટે નહી સેવા માટે મોકલ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ જ અમારો મંત્ર છે. વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એ માટે કામ કરી રહ્યા છીએ. કોગ્રેસે આદિવાસી સમાજની ક્યારેય ચિંતા કરી નથી. કોગ્રેસે સત્તામાં રહી પરંતુ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા.