Voter ID Card Download: આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. વિધાનસભા માટે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે.
આ ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે ચૂંટણી પહેલા તમારા સ્માર્ટફોનમાં તમારું ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમે તેનો ID પ્રૂફ તરીકે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો-
ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ
ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://www.nvsp.in/ પર ક્લિક કરો અને ત્યાં E-EPIC કાર્ડ વિકલ્પ પસંદ કરો.
જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા લોગીન અથવા રજીસ્ટ્રેશન કરવું પડશે.
આ પછી તમે E-EPIC ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.
આગળ તમારે EPIC નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરવો પડશે.
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને અહીં દાખલ કરો.
આ પછી તમને E-EPIC ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
આ પછી તમને સ્માર્ટફોનમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થશે.
રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર ઈ-વોટર કેવી રીતે ડાઉનલોડ કરવું-
જો તમારો નંબર રજિસ્ટર્ડ છે, તો આ માટે તમારે પહેલા ઈ-કેવાયસી કરાવવું પડશે.
આ માટે, તમારે પહેલા ફેસ લાઈવનેસ વેરિફિકેશન પાસ કરવું પડશે.
તમારો મોબાઈલ નંબર અહીં અપડેટ કરો.
આ પછી તમે ઉપર જણાવેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી E-EPIC ડાઉનલોડ કરી શકો છો.
મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની બીજી રીત-
આ માટે તમારે પહેલા http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in ની વેબસાઈટ પર જાવ અને પહેલા મતદાર યાદીમાં જઈને નામ સર્ચ કરો. આ પછી તમારો EPIC નંબર નોંધી લો. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમારું ઈ-વોટર આઈડી કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરો.