ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે બંને તબક્કાની બેઠકો માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે.






પીએમ મોદી આજે બપોરે 1 વાગ્યે ભરુચના નેત્રંગમાં, બપોરે સાડા ત્રણ વાગ્યે ખેડા અને સાંજે સાડા છ વાગ્યે સુરતના મોટા વરાછામાં જાહેર સભાને સંબોધન કરશે જે બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે અને બાદમાં આવતીકાલે કચ્છના અંજાર, ભાવનગરના પાલિતાણા અને રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. તો મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખડગે આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધન કરશે. તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે.


વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં  રાજકીય સભા સંબોધશે. ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે.


ABP C Voter Survey: શું દિલ્લીમાં થયેલા સ્ટિંગના કારણે AAP ને ગુજરાતમાં નુકસાન થશે? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો


Gujarat Election ABP C-Voter Survey: ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન, બીજેપી દ્વારા દિલ્હીમાં AAP વિરુદ્ધ એક પછી એક ઘણા સ્ટિંગ વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં AAP નેતાઓ પર ચૂંટણીમાં ટિકિટ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. C-Voter એ એબીપી સમાચાર માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે તે જાણવા માટે કે શું દિલ્હીના સ્ટિંગના ખુલાસાઓ ગુજરાતમાં AAPને નુકસાન પહોંચાડશે.


આજનો સાપ્તાહિક સર્વે છેલ્લો સાપ્તાહિક સર્વે છે કારણ કે પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ માટે 29મી નવેમ્બરે પ્રચારનો શોર બંધ થઈ જશે. આ સર્વેમાં 1 હજાર 889 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે બુધવારથી શુક્રવાર દરમિયાન કરવામાં આવ્યો છે. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.


ગુજરાતમાં સ્ટિંગ આપ ને નુકસાન પહોંચાશે?


સી-વોટર સર્વેમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું દિલ્હીમાં AAP વિરુદ્ધના સ્ટિંગ ખુલાસાઓ ગુજરાતમાં AAPને નુકસાન કરશે. આ પ્રશ્નના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. સર્વેમાં 51 ટકા લોકોએ કહ્યું હતું કે દિલ્હીમાં AAP વિરુદ્ધના સ્ટિંગ ખુલાસાઓ ગુજરાતમાં પાર્ટીને નુકસાન પહોંચાડશે. જ્યારે 45 ટકા લોકો માને છે કે દિલ્હીના સ્ટિંગના ખુલાસાથી ગુજરાતમાં AAPને નુકસાન નહીં થાય. બીજી તરફ 4 ટકા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં આ સ્ટિંગની કોઈ અસર નહીં થાય.