Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણી જાહેર થાય તે પહેલાં કૉંગ્રેસને લઇને મોટા સમાચાર આવ્યા છે. મિશન 2022માં કૉંગ્રેસના 6 થી 8 ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. કૉંગ્રેસના છ થી આઠ વર્તમાન ધારાસભ્યોને ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ધંધુકા, પેટલાદ, જૂનાગઢના ધારાસભ્યની ટિકિટ કપાઈ શકે છે. તે સિવાય પાલનપુર, જમાલપુર, જામજોધપુરના ધારાસભ્યની પણ ટિકિટ કપાઈ શકે છે. તો અમુક ધારાસભ્યની બેઠક બદલાય તો પણ નવાઈ નહિ. સ્થાનિક વિરોધ અને AICCના સર્વેમાં નબળું પરિણામ આવતા ટિકિટ કપાઈ શકે છે.
Gujarat Election 2022: ગુજરાતમાં ભાજપને હરાવવા AAP સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર, જાણો કૉંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન ?
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે થઇ શકે છે. આ વર્ષની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવા કૉંગ્રેસે AAPને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત કોગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપને હરાવવા તમામ પાર્ટીનો ટેકો લેવા કૉંગ્રેસ તૈયાર છે.
વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા આપને ભરતસિંહ સોલંકીએ આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં ભાજપને હરાવવા આપ સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર છે. ભરતસિંહે કહ્યું કે ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીનો ટેકો લેવા માટે કૉંગ્રેસ તૈયાર છે.
પાટણના રાધનપુરમાં પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપને હરાવવા માટે આપ પાર્ટી કૉંગ્રેસ સાથે જોડાય તો પણ અમે સ્વીકારીશું. ભરતસિંહ સોલંકીએ ભાજપને કોમવાદી પાર્ટી ગણાવી હતી. સોલંકીએ કહ્યું કે પ્રજાના રક્ષણ માટે અને ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓનો ટેકો લેવા તૈયાર છીએ.
Rajkot : AAPના કયા બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવાયા? જાણો સૌથી મોટા સમાચાર
Rajkot : રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે. વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા. શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવાયા છે. બંન્ને કોર્પોરેટરો પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા.