Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઇ પ્રથમ ચરણની સૌરાષ્ટ-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સવારે આઠ વાગ્યાથી મતદાન મથકો પર કતારબંધ લાઈનમાં ઊભા રહી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં ઢોલ નગારા સાથે કન્યા મતદાન મથકે પહોંચી હતી.  સપ્તપદીના સાત ફેરા પહેલા મતદાન કરવા પહોંચી હતી કન્યા. પરિવારના સભ્યો પણ લગ્ન ગીત સાથે નાચતા ઢોલ વગાડતા પહોંચ્યા હતા.  


અંજલી પટેલ નામની કન્યા દુલ્હનના શણગાર સાથે કામરેજ વીઝડમ સ્કૂલ પહોંચી હતી. પિતાએ કહ્યું કે, આજે મારા માટે મતદાન અને કન્યાદાન માટેનો અનેરો અવસર છે. મતદાન માટે પરિવારમાં અનેરો ઉત્સાહ છે. અંજલિ પટેલે આ પ્રસંગે કહ્યું કે, આજના યુવાનો અચૂક રીતે મતદાન કરે તેવી મારી અપીલ છે.


 



તો બીજી તરફ ધારીના હરીપરા ખાતે નવદંપતી મતદાન કરવા પહોચ્યું હતું. લોકશાહીના પર્વને મતદાન થકી ઉજવણી કરી ધારીના નવદંપતીએ અનોખી પ્રેરણા પુરી પાડી છે.  પંકજ ડાભી અને તેમની ધર્મપત્નીએ મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.


કૉંગ્રેસના ઉમેદવાર હોસ્પિટલમાંથી મતદાન કરવા પહોંચ્યા