બનાસકાંઠા: ગુજરાત ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના પુત્રવધૂ નું અવસાન થયું છે. સાંસદ પરબતભાઈ પટેલ ના નાના પુત્ર મહેશ પટેલના પત્ની સીતાબેનનું અવસાન થયું છે. પુત્રવધુનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે.  રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.


India Lockdown: દેશના આ રાજ્યોમાં છે સંપૂર્ણ લોકડાઉન, ક્યાંક અઠવાડિયું તો ક્યાંક 15 દિવસ સુધી બધુ બંધ


Coronavirus Cases India:  મોટી રાહત, કોરોનાના કેસમાં થયો ધરખમ ઘટાડો, જાણો એક જ દિવસમાં કેટલા કેસ કેસ ઘટી ગયા


ગુજરાતમાં કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મુદ્દે મોટા સમાચાર, જાણો હજુ કેટલો સમય લાગશે ? હર્ડ ઈમ્યુનિટીથી શું થશે ફાયદો ?