અમરેલીઃ આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અમરીશ ડેર પર ટિપ્પણી કરી હતી. ધારાસભ્ય ડેરને મારે ખખડાવા છે. મારો અધિકાર છે, અમારા છે એથી. સીઆરનું સૂચક નિવેદન, મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે, તેનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે તેની માટે ખાસ હજુ જગ્યા રાખી છે.


પહેલા સીઆરની જીભ લપસી. ધારાસભ્ય ડેરને ખેર કહ્યા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય. કહી રમૂજ ફેલાવી. હજુ બે દિવસ પહેલા જ ભાજપ સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને કોંગી ધારાસભ્ય ડેરની ગુપ્ત મુલાકાત થઈ હતી. આજ ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમના માટે ખાલી જગ્યા રાખી છે અને તેમને ખખડાવાના છેનું જાહેરમાં નિવેદન કરતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કોંગી ધારાસભ્ય ડેર ભાજપમાં જોડાવવાના એંધાણ સામે આવ્યા છે. 


ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાના કેસ નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.


તેમણે કહ્યું કે, રસીકરણના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી પડતી તે સારું છે. જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરાશે. બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ કોઈ આયોજન નથી. રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય નિર્ણય નથી લેવાયો. રાત્રિ કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.


કોરોનાના મૃતકોના પરિજનોને વળતર મુદ્દે પડતી હાલાકીને લઈને સુપ્રીમ કોર્ટ નારાજ છે. ગુજરાતના ચીફ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરીને 22 નવેમ્બરે હાજર રહેવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોરોનાથી મૃત્યુનો સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવેલી કમિટીથી સુપ્રીમ કોર્ટ નારજ છે. આગામી 22મી નવેમ્બરે મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. 


સુપ્રીમ કોર્ટે ડેથ સર્ટિફીકેટ અને વળતરની પ્રક્રિયા સરળ રાખવાનો આદેશ આપ્યો હતો. RTPCR રિપોર્ટને આધારે જિલ્લા સ્તરે વળતર આપવાનું કહ્યું હતું.