ધોરણ 12 સાયન્સ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. જે 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે માત્ર 19 વિદ્યાર્થીઓએ જ માર્કશીટ જમા કરાવતા બોર્ડ હવે માત્ર 19 વિદ્યાર્થીઓ માટે જ પરીક્ષા લેશે.


ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી એમ ચાર દિવસ પરીક્ષા ચાલશે. સવારે દસથી બપોરના એક વાગ્યાને 15 મિનિટ સુધી અને બપોરે અઢી વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાને 45 મિનિટ સુધીનો રોજના બે સેશનમાં પરીક્ષા લેવાશે.


27 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે સવારે અંગ્રેજી પ્રથમ, દ્વિતિય ભાષા તેમજ બપોરે ગુજરાતી, હિંદી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્વિતિય ભાષાનું પેપર રહેશે.


28 સપ્ટેમ્બરે સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન તેમજ બપોરે એકાઉંટ, મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે.


29 સપ્ટેમ્બરે સવારે સ્ટેટ, હિસ્ટ્રી અને હિંદી દ્વિતિય ભાષા વિષયની તેમજ બપોરે એસપી, વાણિજ્ય, પત્રવ્યવહાર અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે.


30 સપ્ટેમ્બરે સવારે વાણિજ્ય વ્યવસ્થા, ભુગોળ, અને બપોરે કોમ્પ્યુટર તથા સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે. જ્યાં


12 સાયન્સમાં માત્ર 65 વિદ્યાર્થીઓએ માર્કશીટ જમા કરાવી હતી અને પરીક્ષા માત્ર 54 વિદ્યાર્થીએ જ આપી હતી. ત્યારે 12 સામાન્ય પ્રવાહમાં માત્ર 19 જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી છે. 12 સાયન્સ માટે અમદાવાદમાં જ સેંટર હતુ અને 12 સામાન્ય પ્રવાહ માટે ગાંધીનગર એક જ સેંટર રાખવામાં આવ્યું છે.


આ વર્ષથી NEET-JEEનું ફ્રી કોચિંગ આપશે સરકાર, જાણો પહેલા ક્યા વિદ્યાર્થીઓને મળશે તેનો લાભ


રાજ્ય સરકાર આ વર્ષથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને નીટ અને જેઈઈનું ફ્રી કોચિંગ આપશે. ચાલુ વર્ષે પ્રથમ લાભ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. કોચિંગ મેળવવા માટે ટોપ બે હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે. સરકાર દ્વારા ફ્રી કોચિંગ માટે આઉટસોર્સિંગથી કોચિંગ એજંસી નિમવામાં આવશે. જેની ફેકલ્ટી રાજ્યના ચાર ઝોનના સેંટરોમાં ફ્રી કોચિંગ આપશે.


ગુજરાત સરકાર હવે રાજ્યના ધોરણ 11-12 સાયંસના વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશ માટેની રાષ્ટ્રીય પરીક્ષા જેઈઈ મેઈન અને મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કોમન પરીક્ષા નીટનું પ્રોફેશનલ કોચિંગ આપવા જઈ રહી છે. આ માટે સરકારે કોચિંગ ઈંસ્ટીટ્યુટને આઉટ સોર્સિંગ એંજસી તરીકે નીમવામાં આવશે. અને જેની ફેકલ્ટીથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને દર વર્ષે ફ્રી કોચિંગ આપવામાં આવશે.


સરકારની સૂચનાથી ગુજરાત શિક્ષણ બોર્ડે કોચિંગ સર્વિસ માટે ઈંસ્ટિટ્યુટ-એજંસીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. બોર્ડે તમામ બાબતોને આધારે એક ઈંસ્ટિટ્યુટ-સંસ્થા ફાઈનલ કરવામાં આવશે.


ગુજરાત બોર્ડે રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોન નક્કી કર્યા છે. આ ચારેય ઝોનમાં એક્સલંસ સ્કૂલો પર સેંટર ઉભા કરાશે. દરેક ઝોનમાં 500-500 વિદ્યાર્થીને ફ્રી કોચિંગ આપવામાં આવશે. આ વર્ષે સૌપ્રથમ લાભ ચાલુ વર્ષના ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. ત્યાર બાદ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે કોચિંગ શરૂ કરાશે.