ગુજરાત શિક્ષણ બોર્ડે  ધોરણ 12 ગુજરાત બોર્ડના પરિણામની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની પરીક્ષાના માર્કસના આધારે રિઝલ્ટ તૈયાર થશે. જુલાઈના અંતમાં પરિણામ જાહેર કરવામાં આવશે. ધો. 10ના પરિણામના 50 માર્ક્સ. ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.


ઉલ્લેખનીય છે કે રાજય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.