(Source: ECI | ABP NEWS)
રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ તૂટી પડશે, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ, દરિયાકાંઠે જોખમી સિગ્નલ
અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થવાને કારણે, ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હવામાનમાં મોટો પલટો આવવાની અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat rain forecast: અરબી સમુદ્ર માં સર્જાયેલા ડિપ્રેશન ના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 26 ઓક્ટોબર ના રોજ રાજ્યના કુલ 24 જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ, અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ ઍલર્ટ છે. આ હવામાનની ગંભીર સ્થિતિને જોતા દરિયો તોફાની બને તેવી શક્યતા છે, જેના પગલે ઓખા પોર્ટ પર નંબર-3 અને સલાયા પોર્ટ પર નંબર-1 નું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજે 25 ઓક્ટોબર એ પણ 9 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જારી કરાયું છે.
ડિપ્રેશનના કારણે ગુજરાત પર વરસાદી સંકટ: દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ
અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થવાને કારણે, ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હવામાનમાં મોટો પલટો આવવાની અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ડિપ્રેશનના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી તંત્ર સજ્જ થઈ ગયું છે.
રાજ્યના દરિયાકાંઠાના બંદરો પર જોખમી સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. જેમ કે, ઓખા પોર્ટ પર નંબર-3 અને સલાયા પોર્ટ પર નંબર-1 નું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આજે, શનિવાર (25 ઓક્ટોબર) ના રોજ પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 3 દિવસ માટે જિલ્લાવાર ઍલર્ટની વિગતો
હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે જિલ્લાવાર યલો અને ઓરેન્જ ઍલર્ટ ની વિગતવાર આગાહી કરી છે:
26 ઓક્ટોબરની આગાહી (Orange અને Yellow Alert)
- ઓરેન્જ ઍલર્ટ: બોટાદ, અમરેલી અને ભાવનગર માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
- યલો ઍલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર સહિત કુલ 21 જિલ્લા.
27 ઓક્ટોબરની આગાહી (Yellow Alert)
- યલો ઍલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને અમરેલી.
28 ઓક્ટોબરની આગાહી (Yellow Alert)
- યલો ઍલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ.
આગાહી મુજબ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.





















