શોધખોળ કરો

Gujarat Budget 2026-2027: રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં નાણામંત્રીએ કરી મોટી જાહેરાત

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.  નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.  નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે,  એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું. સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. 

ગુજરાતમાં 2000 નવી આંગણવાડી બનશે

ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

વર્ષ 2026-27નું બજેટ 

  • પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. 896 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રાજ્યમાં નવી આંગણવાડી માટે રૂ. 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગાંધીનગરમાં નમો લાઇબ્રેરી સ્થપાશે.
  • રૂ. 100 કરોડના ખર્ચે નામો લાઇબ્રેરી બનાવાશે.
  • કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ. 226 કરોડની જોગવાઈ  કરવામાં આવી છે.
  • મત્સ્યોધ્યોગ માટે રૂ. 1340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહાય આપવા બજેટમાં રૂ. 1539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
  • ITI કરતી મહિલાઓ માટે નવી યોજના નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રાજ્યના મહત્વના સ્થળોને જોડતા  અને દ્વારકા સોમનાથ એક્સપ્રેસ હાઈવે માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજવાયરો અંડર ગ્રાઉન્ડ કરવા રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા રૂ. 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રાજ્યમાં 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે.  કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર બનશે સેટેલાઇટ ટાઉન.
  • અંબાજીના વિકાસ માટે અંબાજી કોરિડોર  માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
  • સોમનાથ અને શિવરાજપુરના વિકાસ માટે રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
Advertisement

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

Embed widget