Gujarat Budget 2026-2027: બજેટમાં પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં આવક મર્યાદા વધારીને હવે આટલા લાખ કરાઈ, જાણો અહીં
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹2 લાખ 50 હજારથી વધારીને ₹6 લાખ કરવાની જાહેરાત કરાઈ છે. પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે.
વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹869 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વર્ષ 2026-27નું બજેટ
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. 896 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં નવી આંગણવાડી માટે રૂ. 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ગાંધીનગરમાં નમો લાઇબ્રેરી સ્થપાશે.
- રૂ. 100 કરોડના ખર્ચે નામો લાઇબ્રેરી બનાવાશે.
- કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ. 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- મત્સ્યોધ્યોગ માટે રૂ. 1340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહાય આપવા બજેટમાં રૂ. 1539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ITI કરતી મહિલાઓ માટે નવી યોજના નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યના મહત્વના સ્થળોને જોડતા અને દ્વારકા સોમનાથ એક્સપ્રેસ હાઈવે માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજવાયરો અંડર ગ્રાઉન્ડ કરવા રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા રૂ. 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર બનશે સેટેલાઇટ ટાઉન.
- અંબાજીના વિકાસ માટે અંબાજી કોરિડોર માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
- સોમનાથ અને શિવરાજપુરના વિકાસ માટે રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.






















