Gujarat Budget 2026-2027: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં મોટી જાહેરાત કરાઈ
નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27 માં આરોગ્ય વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27 માં આરોગ્ય વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ
નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ. G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ કરાઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે મોટી જાહેરાત
• પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ.
• G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ.
• આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹502 કરોડની જોગવાઇ.
• અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹500કરોડની જોગવાઇ.
• સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹200કરોડની જોગવાઇ.
• ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹186કરોડની જોગવાઇ.
• યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹167કરોડની જોગવાઇ.
• ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹153કરોડની જોગવાઇ.
• પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે
₹90કરોડની જોગવાઇ.
• છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹60કરોડની જોગવાઇ.
• અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹58કરોડની જોગવાઇ.
• નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹53કરોડની જોગવાઇ.
• સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹41કરોડની જોગવાઇ.
• જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹36 કરોડની જોગવાઇ.
• અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹35કરોડની જોગવાઇ.
• ટી.બી.ના દર્દીઓને "Ready to Eat Nutritious snacks" આપવા ₹30 કરોડની જોગવાઇ.
• વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹28 કરોડની જોગવાઇ.
• જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹26 કરોડની જોગવાઇ.
• “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ" યોજના માટે ₹22 કરોડની જોગવાઇ.
• ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹17 કરોડની જોગવાઇ.
• માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250ખિલખિલાટ વાન ખરીદવા
₹16 કરોડની જોગવાઇ.
• સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.























