Gujarat Budget 2026-2027: હાઇ સ્પીડ કોરિડોર, રસ્તાઓ-પુલ માટે બજેટમાં જાણો કેટલા કરોડ ફાળવાયા
નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27 માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27 માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જાહેરાત કરી હતી. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ
• રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5600 કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઇ.
• અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹1633 કરોડની જોગવાઇ.
• ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹774 કરોડની જોગવાઇ.
• ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹ 500 કરોડની જોગવાઇ.
• અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹312 કરોડની જોગવાઇ.
• વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹200 કરોડની જોગવાઇ.
• રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹150 કરોડની જોગવાઇ.
• વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹138 કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઇ.
• મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹40 કરોડની જોગવાઇ.
• વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹32 કરોડની જોગવાઇ.
• GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹25 કરોડની જોગવાઇ.
• સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹20 કરોડની જોગવાઇ.
• સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹14 કરોડની જોગવાઇ.
• ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹10 કરોડની જોગવાઇ.
• રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹10 કરોડની જોગવાઇ.
• કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.























