નાણાકીય વર્ષ 2026-27 ના ગુજરાત બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24,022 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક રકમ ફાળવવામાં આવી છે.
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ અને ₹9324 કરોડની વીજ સહાય: બજેટમાં 'અન્નદાતા' માટે ખુશીઓનો પિટારો
ગુજરાત સરકારના 2026 27 બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવા માટે મોટી જાહેરાતો. સિંચાઈ, કિસાન ક્રેડિટ કાર્ડ અને સ્માર્ટ ખેતી માટે ₹24,022 કરોડની જંગી ફાળવણીની સંપૂર્ણ વિગત જાણો.

Gujarat Budget 2026 agriculture: ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026 27 માટે રજૂ કરવામાં આવેલા ઐતિહાસિક બજેટમાં આ વખતે 'જગતના તાત' સમાન ખેડૂતો, પશુપાલકો અને ગૌમાતાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. 'વાવણીથી લઈને વેચાણ સુધી' ખેડૂતોની પડખે અડીખમ ઊભા રહેવાના દ્રઢ સંકલ્પ સાથે સરકારે માત્ર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે જ કુલ 24,022 કરોડ રૂપિયાની માતબર અને રેકોર્ડબ્રેક રકમની ફાળવણી કરી છે. આ બજેટમાં આધુનિક ખેતી, સિંચાઈ નેટવર્કનો વ્યાપ અને ગૌવંશના સંરક્ષણ માટે અનેક નવી અને મોટી જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાત બજેટ 2026-27 માં કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ માટે કરવામાં આવેલી તમામ નાની મોટી જાહેરાતોનું વિસ્તૃત લિસ્ટ.
ખેડૂતો માટે આર્થિક સહાય અને ધિરાણ
- કૃષિ રાહત પેકેજ: રાજ્યના 33 લાખ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા 11,000 કરોડ રૂપિયાથી વધુનું પેકેજ.
- ટેકાના ભાવે ખરીદી: મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો માટે અત્યાર સુધીમાં 18,000 કરોડ ચૂકવાયા.
- કિસાન ક્રેડિટ કાર્ડ (KCC): સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને 3 લાખ સુધીનું ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા વ્યાજ સહાય પેટે 1539 કરોડ.
- વીજ સહાય: ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડવા 9324 કરોડની જંગી જોગવાઈ.
- વીમા રક્ષણ: ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 4 લાખ સુધીના વીમા રક્ષણ માટે 146 કરોડ.
સિંચાઈ સુવિધાઓ (કુલ ₹3043 કરોડની જોગવાઈ)
- કચ્છ વિસ્તાર: સિંચાઈ સુવિધાઓ ઊભી કરવા માટે 1333 કરોડ.
- ઉત્તર ગુજરાત: સુજલામ સુફલામ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે 1237 કરોડ.
- સૌરાષ્ટ્ર: 'સૌની' (SAUNI) યોજનાના વિસ્તરણ માટે 473 કરોડ.
- નળકાંઠા વિસ્તાર: અમદાવાદના અંતરિયાળ ગામોમાં સિંચાઈ માટે બીજા તબક્કાની કામગીરી પાછળ 958 કરોડ.
- સૂક્ષ્મ સિંચાઈ: ટપક અને ફુવારા પદ્ધતિ માટે 1250 કરોડ.
આધુનિક ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- કૃષિ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર ખરીદી માટે 800 કરોડ અને અન્ય ઓજારો માટે 765 કરોડ (કુલ 1565 કરોડ).
- ડ્રોન ટેકનોલોજી: અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ અને સીડ રીપ્લેસમેન્ટ માટે 77 કરોડ.
- પાક સંગ્રહ (ગોડાઉન): 15,436 ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા 1 લાખની સહાય આપવા 154 કરોડ.
- પ્રાકૃતિક ખેતી: બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડ.
- સોઇલ હેલ્થ કાર્ડ: ખેડૂતોને વિનામૂલ્યે કાર્ડ વિતરણ કરવા 'મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન' માટે 14 કરોડ.
- સેન્ટર ઑફ એક્સલન્સ: ડાંગર, કઠોળ, તેલીબિયાં વગેરેના સંશોધન માટે 6 નવા કેન્દ્રો ઊભા કરવા 12 કરોડ.
- કૃષિ યુનિવર્સિટીઓ: જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતે માળખાકીય સુવિધાઓ અને સંશોધન માટે 1063 કરોડ.
- બાગાયત: વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ 798 કરોડ.
ગૌસેવા અને પશુપાલન
- ગૌસેવા: “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત ગૌવંશ સંરક્ષણ માટે 500 કરોડ.
- બાયો CNG પ્લાન્ટ: ૪ ઝોનમાં સહકારી મંડળીઓ મારફતે નવા બાયો CNG પ્લાન્ટ સ્થપાશે.
- પશુ દવાખાના: ફરતાં પશુ દવાખાના માટે 56 કરોડ અને નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે 52 કરોડ.
- ખાણદાણ સહાય: ગાભણ અને વિયાણ થયેલ પશુ માટે 1,53,000 લાભાર્થીઓને આવરી લેવા 61 કરોડ.
- કામધેનુ યુનિવર્સિટી: પશુ, ડેરી અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે 424 કરોડ.
- અન્ય સહાય: મોટા દૂધાળા પશુના ડેરી ફાર્મ માટે 32 કરોડ, બકરા એકમ માટે 11 કરોડ, અને પશુ વીમા પ્રીમિયમ માટે 6 કરોડ.
મત્સ્યોદ્યોગ (બ્લુ ઈકોનોમી) - કુલ ₹1340 કરોડ
- માળખાકીય સુવિધા: 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના વિકાસ માટે 361 કરોડ.
- ડીઝલ સબસિડી: માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત માટે 300 કરોડ.
- પ્રધાનમંત્રી મત્સ્યસંપદા: લાભાર્થીલક્ષી યોજના માટે 128 કરોડ.
- આંતરદેશીય અને દરિયાઈ મત્સ્યોદ્યોગ: ભાંભરાપાણીમાં અને આંતરદેશીય વિકાસ માટે અનુક્રમે 115 કરોડ અને 112 કરોડ.
- સાધન અને આર્થિક સહાય: દરિયાઈ સાધનો અને પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારોને સહાય માટે 107 કરોડ.
સહકાર, આદિજાતિ અને અન્ય જાહેરાતો
- શ્રીઅન્ન (મિલેટ): બાજરી, જુવાર અને રાગીની ખરીદી પર લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ખેડૂતોને 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું પ્રોત્સાહક બોનસ.
- આદિજાતિ ઉત્કર્ષ: મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે 111 કરોડ અને વાડી સહાય માટે 30 કરોડ.
- સહકારી મંડળીઓ: ગોડાઉન નિર્માણ માટે 30 કરોડ અને ખાંડ સહકારી મંડળીઓને 'સાકર' યોજના હેઠળ વ્યાજ સહાય આપવા 20 કરોડ.
Frequently Asked Questions
નાણાકીય વર્ષ 2026-27 ના ગુજરાત બજેટમાં કૃષિ વિભાગ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે?
રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે બજેટમાં કયું પેકેજ જાહેર કરાયું છે?
રાજ્યના 33 લાખ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે 11,000 કરોડ રૂપિયાથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે.
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને કેટલી વ્યાજ સહાય મળશે?
સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને 3 લાખ સુધીનું ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે વ્યાજ સહાય પેટે 1539 કરોડની જોગવાઈ છે.
સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ માટે બજેટમાં કઈ મુખ્ય યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે?
કચ્છ વિસ્તાર માટે 1333 કરોડ, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે 1237 કરોડ, સૌરાષ્ટ્રમાં 'સૌની' યોજનાના વિસ્તરણ માટે 473 કરોડ અને નળકાંઠા વિસ્તાર માટે 958 કરોડની જોગવાઈ છે.
ગૌવંશના સંરક્ષણ અને ગૌસેવા માટે બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે?
“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત ગૌવંશ સંરક્ષણ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.























