ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગાંધીનગર સ્થિત વિધાનસભા સત્રમાં રાજ્યનું બજેટ રજૂ કર્યું.
ગુજરાત બજેટ 2026-27: શિક્ષણ માટે ₹63,184 કરોડ ફાળવાયા, ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત 13 મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરાયેલ બજેટ 2026 27 માં શિક્ષણ વિભાગ માટે ₹63,184 કરોડની માતબર ફાળવણી. ફ્રી બસ પાસ, સ્કોલરશિપ અને નમો લક્ષ્મી યોજના સહિત 13 મોટી જાહેરાતો જાણો.

Gujarat Budget 2026-27: ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગાંધીનગર સ્થિત વિધાનસભા સત્રમાં રાજ્યનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી તરીકે સળંગ 5 મી વખત અંદાજપત્ર રજૂ કરીને તેમણે ગુજરાતના રાજકારણમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. રાજ્યની ભાવિ પેઢીના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા અને વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું માળખું પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ વર્ષના કુલ 4,08,053 કરોડ રૂપિયાના વિક્રમી બજેટમાં શિક્ષણ વિભાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 974 કરોડ રૂપિયાની પુરાંત ધરાવતા આ બજેટમાં માત્ર શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે જ કુલ 63,184 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે બસ પાસથી લઈને સ્કોલરશિપ સુધીની અનેક કલ્યાણકારી જાહેરાતો કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે બજેટ 2026 ની 13 સૌથી મોટી જાહેરાતો
વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયોને શૂન્ય પર લાવવા અને સરકારી શાળાઓને હાઇટેક બનાવવા માટે બજેટમાં નીચે મુજબની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે:
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ: રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે 3055 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
- નમો લક્ષ્મી અને RTE: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી યોજના' ના અસરકારક અમલીકરણ માટે 1250 કરોડ રૂપિયા, જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ભણતા ગરીબ બાળકો માટે 827 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: શાળામાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આ યોજના પાછળ 598 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
- આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન: 'પી.એમ. પોષણ યોજના' અંતર્ગત મધ્યાહન ભોજનને વધુ શુદ્ધ અને સાત્વિક બનાવવા માટે રાજ્યના 74 તાલુકાઓમાં હાઇટેક અને સેન્ટ્રલાઇઝડ કિચન (રસોડા) બનાવવામાં આવશે.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) માં અભ્યાસ કરતા આશરે 2,50,000 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 250 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે.
- રેસિડેન્શિયલ સ્કૂલ્સ: ગરીબ અને તેજસ્વી તારલાઓ માટે કાર્યરત 'જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ' ના સંચાલન માટે 223 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
- વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ પાસ: ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં અભ્યાસ માટે અપડાઉન કરતા અંદાજિત 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે એસ.ટી. નિગમની બસોમાં મફત મુસાફરી (બસ પાસ ફી કન્સેશન યોજના) માટે 223 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.
- શાળાઓમાં સ્વચ્છતા સહાય: રાજ્યની 31,790 જેટલી શાળાઓમાં સ્વચ્છતા અને હાઇજીન જાળવવા માટે અપાતી ગ્રાન્ટમાં બમણો વધારો કરીને 135 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
- સંકલિત શાળાઓનું નિર્માણ: ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં હવે એક જ કેમ્પસમાં બાલવાટિકાથી લઈને ધોરણ 10 સુધીનું સળંગ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે નવા બાંધકામો પાછળ 120 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
- મફત પાઠ્યપુસ્તક વિતરણ: રાજ્યભરની પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવા માટે 119 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY): ઉચ્ચ શિક્ષણ મેળવતા 18 લાખ જેટલા યુવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સહાય માટે 112 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
- જ્ઞાન સાધના સ્કોલરશિપ: 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના' હેઠળ રાજ્યના 1 લાખ હોશિયાર વિદ્યાર્થીઓને મેરિટના આધારે સ્કોલરશિપ આપવા માટે 100 કરોડ રૂપિયા નક્કી કરાયા છે.
- દીકરીઓ માટે સેનેટરી નેપકિન: ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી 9.72 લાખ વિદ્યાર્થીનીઓના આરોગ્યની જાળવણી માટે મફત સેનેટરી નેપકિન પૂરા પાડવા 47 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
Frequently Asked Questions
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું બજેટ ક્યારે રજૂ કર્યું?
આ વર્ષના ગુજરાત બજેટમાં શિક્ષણ વિભાગ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે?
આ વર્ષના વિક્રમી બજેટમાં શિક્ષણ વિભાગના સર્વાંગી વિકાસ માટે કુલ 63,184 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ સરકારી શાળાઓના આધુનિકીકરણ માટે કેટલી રકમ મંજૂર કરાઈ છે?
રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ 3055 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.
નમો લક્ષ્મી યોજના અને RTE અંતર્ગત કેટલી રકમની જોગવાઈ કરાઈ છે?
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી યોજના' માટે 1250 કરોડ રૂપિયા અને RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં ભણતા ગરીબ બાળકો માટે 827 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ કેટલી આર્થિક સહાય મળશે?
વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા આશરે 2,50,000 વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 250 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે.























