શોધખોળ કરો

Gujarat Budget 2026-27: રાજ્યના ગતિમાન વિકાસ માટેનું વિકસિત ગુજરાત બજેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યના બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે  ગતિમાન વિકાસ માટેનું વિકસીત ગુજરાત બજેટ ગણાવ્યું છે.

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન  અનેક મોટી જાહેરાતો કરી છે. રાજ્યના બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે  ગતિમાન વિકાસ માટેનું વિકસીત ગુજરાત બજેટ ગણાવ્યું છે.  રાજ્યના બજેટને મુખ્યમંત્રીએ અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ ગણાવ્યું હતું. 

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ત્રણ કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે.
➢ ગુજરાત વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે.
➢ અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે.
➢ આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે.
➢ આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું.
➢ સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
➢ 2026-27ના આ બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે.
➢ બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે.
➢ એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ છે.
➢ એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20 ટકા એટલે કે 64 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે.
➢ શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવાશક્તિના નિર્માણ માટે બજેટમાં ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે.
➢ આરોગ્ય સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19 ટકા તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે શહેરી વિકાસ માટે 11 ટકાની ફાળવણી થઈ છે તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે.
➢ આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે જે 39 ટકા રકમ ફાળવવામાં આવી છે તેનાથી સતત-અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાયનાન્શીયલ મેનેજમેન્ટ ને કારણે વધુ તીવ્ર બનાવશે.
➢ વડાપ્રધાન  મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલાં આહવાનને ઝિલી લઈને આ વર્ષના બજેટમાં 15 હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે.
➢ મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરીઝમ મેપ પર ચમક્યું છે.
➢ પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઉંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે.
➢ ભગવાન બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે.
➢ ચાર આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
➢ આદિવાસી યુવાઓને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે.
➢ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી  અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો અવસર મળ્યો છે.
➢ આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલમ્પીક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે.
➢ રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઇ-સ્પીડ કોરીડોરમાં રૂપિયા 800 કરોડના રોકાણ દ્વારા નેક્સટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે.
➢ ક્લાયમેટ રેઝિલિયન્ટ અને ન્યૂ ટેકનોલોજી માર્ગો માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
➢ હવેનો સમય AI અને ડિપ ટેક્નો યુગ છે. ગુજરાતને એ.આઈ. અને ડિજીટલ ગવર્નન્સના ઈનિશ્યેટિવમાં અગ્રેસર રાખવા 850 કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી છે.
➢ રાજ્ય સરકારે 6 રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે તે માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત 2047નો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે.
➢ આપણે વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યાં છીએ.
➢ આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વ સમાવેશી બજેટ આપવા માટે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારત સરકારે ભારતીયો માટે કંટ્રોલ રૂમ કર્યો શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર
મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારત સરકારે ભારતીયો માટે કંટ્રોલ રૂમ કર્યો શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Mehsana News: ધૂળેટીના દિવસે વિસનગરમાં થાય છે 'ખાસડા યુદ્ધ', ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં જોડાયા
Mehsana News: ધૂળેટીના દિવસે વિસનગરમાં થાય છે 'ખાસડા યુદ્ધ', ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં જોડાયા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
ટી-20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં ઈગ્લેન્ડના આ પાંચ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન, એકલા હાથે હરાવી શકે છે ભારતને
ટી-20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં ઈગ્લેન્ડના આ પાંચ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન, એકલા હાથે હરાવી શકે છે ભારતને
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ
Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Embed widget