શોધખોળ કરો

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર: ગુજરાત બજેટમાં 4546 નવી ભરતીની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા રજૂ થયેલા 4,08,053 કરોડના બજેટ 2026-27 માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મોટી ભેટ. DIAL 112 અને મહેસૂલ વિભાગમાં કુલ 4546 નવી નોકરીઓની જાહેરાત કરાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2026 27 માટે વિક્રમજનક 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસને લક્ષ્યાંકમાં રાખીને તૈયાર કરાયેલા આ બજેટમાં ગયા વર્ષની સરખામણીએ 37,803 કરોડ રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. 974 કરોડ રૂપિયાની પુરાંત ધરાવતા આ ઐતિહાસિક બજેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર આપવામાં આવી છે. સરકાર દ્વારા વહીવટી માળખું મજબૂત કરવા અને યુવાનોને રોજગારી આપવાના ઉદ્દેશ્યથી ગૃહ અને મહેસૂલ વિભાગમાં કુલ મળીને નવી 4546 જગ્યાઓ પર ભરતી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પોલીસ અને ગૃહ વિભાગ: DIAL 112 પ્રોજેક્ટમાં 3000 નવી જગ્યાઓ

રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગૃહ વિભાગને 14,265 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ અંતર્ગત 'DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ' ને વધુ ઝડપી બનાવવા માટે નવી 3000 જગ્યાઓ ઊભી કરવામાં આવશે, જે પોલીસ ભરતીની રાહ જોતા યુવાનો માટે મોટી તક છે.

પોલીસ જવાનોની સુખાકારી માટે આગામી 5 વર્ષમાં કુલ 20,444 નવા રહેણાક મકાનો બનાવવાનું આયોજન છે, જેના માટે બજેટમાં 1571 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, વિવિધ જિલ્લા કચેરીઓ અને પોલીસ સ્ટેશનોના 107 નવા બિન રહેણાક મકાનો બનાવવા 136 કરોડ રૂપિયા ફાળવાયા છે. સુરક્ષા વ્યવસ્થા આધુનિક કરવા માટે રોગ ડ્રોન (Rogue Drone) તોડી પાડવા સક્ષમ 4 એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી પાછળ 20 કરોડ રૂપિયા અને આંતરરાજ્ય સરહદો પર સઘન પેટ્રોલિંગ માટે 50 સ્પેશિયલ ઓપરેશનલ વ્હીકલ્સ ખરીદવા 9 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.

મહેસૂલ વિભાગમાં 1546 નવી ભરતીની જાહેરાત

રાજ્યના મહેસૂલી વહીવટને ઝડપી અને પારદર્શક બનાવવા માટે વિભાગને કુલ 5552 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં કુદરતી આફતો સામે પહોંચી વળવા માટે 2145 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. બજેટની સૌથી મોટી જાહેરાતોમાંની એક એ છે કે રાજ્યની વિવિધ મહેસૂલી કચેરીઓમાં નવી 1546 જગ્યાઓ ઉભી કરીને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સાથે જ, સુરેન્દ્રનગર, મહુધા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા અને માળીયા ખાતે નવા મહેસૂલ ભવનોનું નિર્માણ કરાશે, જ્યારે પાટણ, દસક્રોઇ અને ઠાસરાના ભવનોનું વિસ્તરણ કરાશે. 51 તાલુકાઓમાં મહેસૂલી કર્મચારીઓ માટે નવી વસાહતો બનાવવા પાછળ 240 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

શિક્ષણ અને પુસ્તકાલય: નમો સેન્ટ્રલ લાઈબ્રેરીનું નિર્માણ

વિદ્યાર્થીઓને વાંચન અને સંશોધન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા પૂરી પાડવા પાટનગર ગાંધીનગરમાં દેશની સૌથી વિશાળ અને હાઇટેક 'નમો સેન્ટ્રલ લાઇબ્રેરી' બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ હશે અને તેના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારોના 15 તાલુકાઓમાં 'ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી' ઊભી કરવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રની અન્ય મોટી જાહેરાતોમાં:

  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં થયેલા 19 ટકાના વધારાને જોતાં, આ યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
  • નમો લક્ષ્મી યોજના: ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે 1250 કરોડ રૂપિયા ફાળવાયા.
  • નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં કૌશલ્ય વર્ધનનો અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી યોજના શરૂ કરાઈ, જેની પાછળ 40 કરોડ રૂપિયા ખર્ચાશે.
  • દિવ્યાંગજનો માટે મદદ: શાળામાં જતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ એલાઉન્સ આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

5 નવી GIDC અને MSME ને બુસ્ટર ડોઝ

રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં ઉદ્યોગોને આકર્ષવા અને સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માટે દાહોદના ઝાલોદ અને ગરબાડા તેમજ અરવલ્લી સહિતના જિલ્લાઓમાં મળીને કુલ 5 નવી GIDC (ઔદ્યોગિક વસાહતો) બનાવવાની જાહેરાત થઈ છે.

દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકાનો સિંહફાળો આપતા ગુજરાતમાં 29 લાખથી વધુ MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) નોંધાયેલા છે. આ નાના ઉદ્યોગોને આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ.' હેઠળ 1775 કરોડ રૂપિયાની જંગી જોગવાઈ કરવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ કેટલું છે?

નાણાકીય વર્ષ 2026-27 માટે ગુજરાતનું બજેટ 4,08,053 કરોડ રૂપિયાનું છે, જે ગયા વર્ષ કરતાં 37,803 કરોડ રૂપિયા વધુ છે.

પોલીસ અને મહેસૂલ વિભાગમાં કેટલી નવી જગ્યાઓ ભરવામાં આવશે?

ગૃહ અને મહેસૂલ વિભાગમાં કુલ મળીને 4546 નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં DIAL 112 પ્રોજેક્ટ માટે 3000 અને મહેસૂલ વિભાગમાં 1546 જગ્યાઓનો સમાવેશ થાય છે.

શિક્ષણ ક્ષેત્રે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શું જાહેરાતો કરવામાં આવી છે?

ગાંધીનગરમાં 'નમો સેન્ટ્રલ લાઇબ્રેરી' બનશે, આદિજાતિ વિસ્તારોમાં 'ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી' ઊભી થશે. ઉપરાંત, 'નમો સરસ્વતી', 'નમો લક્ષ્મી' અને 'નમો કૌશલ્ય લક્ષ્મી' જેવી યોજનાઓ માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં નવા ઉદ્યોગો અને MSME માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?

આદિવાસી અને પછાત વિસ્તારોમાં 5 નવી GIDC બનાવવામાં આવશે. MSME ઉદ્યોગોને મદદ કરવા માટે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ' હેઠળ 1775 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
Embed widget