ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે નહીં ગજવી શકાય જાહેર સભાઓ. નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્રણ નવેમ્બરને આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર થશે. કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર
બેઠકભાજપના ઉમેદવારકોંગ્રેસના ઉમેદવાર
ધારીજે.વીકાકડિયાસુરેશ કોટડિયા
મોરબીબ્રિજેશ મેરજાજયંતિ જયરાજ
ગઢડાઆત્મારામ પરમારમોહન સોલંકી
કરજણઅક્ષય પટેલકિરીટસિંહ જાડેજા
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાશાંતિલાલ સેંઘાણી
ડાંગવિજય પટેલસૂર્યકાંત ગાવિત
કપરાડાજીતુ ચૌધરીબાબુ વરઠા
લીંબડીકિરીટસિંહ રાણાચેતન ખાચર
  ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.