Gujarat Cabinet Expansion: ગુજરાતના નવા મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ, આ મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ
ગુજરાતમાં નવા મંત્રીમંડળનોગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યાજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સહિત તમામ 26 મંત્રીઓની યાદી સામે આવી છે.

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં નવા મંત્રીમંડળનોગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યાજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સહિત તમામ 26 મંત્રીઓની યાદી સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
શપથવિધિની તડામાર તૈયારીઓ વચ્ચે મંચ પર 26 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. કેમકે આ વખતે કુલ 26 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. આ વખતે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ મોટું બન્યું છે. ગુજરાત વિધાનસભાના 182 સભ્યોમાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. અગાઉ મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ હતા. હવે, મુખ્યમંત્રી સહિત કુલ 26 મંત્રીઓનું નવું મંત્રીમંડળ બનશે.
નવી સરકારમાં OBCનો દબદબો
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં OBCનો દબદબો, સૌથી વધુ OBC નેતાઓ મંત્રીપદના લેશે શપથ, 6 પાટીદાર અને 4 આદિવાસી નેતાઓનો મંત્રાલયમાં સમાવેશ, 1 ક્ષત્રિય અને 1 બ્રાહ્મણ નેતાનો સમાવેશ, 3 મહિલાઓનો પણ મંત્રીમંડળમાં કરાયો સમાવેશ, અનુસુચિત જાતિમાંથી પણ 3 નેતાઓની પસંદગી કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ
1 ભૂપેન્દ્ર પટેલ
2 ત્રિકમ બીજલ છાંગા
3 સ્વરુપજી ઠાકોર
4 પ્રવિણકુમાર માળી
5 ઋષિકેશ પટેલ
6 પી.સી. બરંડા
7 દર્શના વાઘેલા
8 કાંતિલાલ અમૃતિયા
9 કુંવરજી બાવળીયા
10 રિવાબા જાડેજા
11 અર્જૂન મોઢવાડિયા
12 ડૉ પ્રદ્યુમન વાજા
13 કૌશિક વેકરીયા
14 પરષોત્તમભાઈ સોલંકી
15 જીતેન્દ્રભાઈ વાઘાણી
16 રમણભાઈ સોલંકી
17 કમલેશ પટેલ
18 સંજસિંહ મહિડા
19 રમેશભાઈ કટારા
20 મનિષા વકીલ
21 ઈશ્વરસિંહ પટેલ
22 પ્રફુલ પાનસેરીયા
23 હર્ષ સંઘવી
24 ડૉ જયરામ ગામિત
25 નરેશ મગનભાઈ પટેલ
26 કનુભાઈ દેસાઈ
મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મોટો ફેરફાર
આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સાંકળીને પણ મંત્રીમંડળના ફેરફારને જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાનો સ્થાન આપવાનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધારવાનું છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન બનાવશે. તેની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે.




















