ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ, 6 મંત્રી યથાવત, 2 કેબિનેટમાં પ્રમોટ થતાં લેશે શપથ
Gujarat cabinet expansion: આજે ગુજરાત મંત્રી મંડળના વિસ્તરણને લઇને ધારાસભ્યોને ફોન આવી રહ્યા છે. આજે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.

Gujarat cabinet expansion: આજે ગુજરાતના મંત્રીમંડળની વિસ્તરણ કરવામાં આવી રહયું છે. નવા મંત્રીમંડળની રચનાને લઇને ધારાસભ્યોને ફોન આવવાનો સીલીસીલો ચાલી રહ્યું છો. આ દરમિયાન એટલું સ્પષ્ટ થયું છે કે,અત્યાર સુધીમાં 6 મંત્રીને રીપીટ કરવવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, . જેમાં ઋષિકેશ પટેલ મંત્રી,કનુભાઈ દેસાઈ મંત્રી,કુંવરજી બાવળિયા,પરસોતમ સોલંકી, હર્ષ સંઘવી,પ્રફુલ્લ પાનસેરિયાનો સમાવેશ થાય છે. માત્ર બે મંત્રીઓ કેબિનેટમાં પ્રમોટ થતા બંનેને શપથ લેશે.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આજે શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આજે શપથ ગ્રહણ સમારોહમાં 21 મંત્રીઓ શપથ લેશે.
2021માં મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલાયું
4 વર્ષ પહેલાં 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ અચાનક બદવાયું હતું. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું હતું અને તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક પર ભવ્ય જીત મેળવી હતી.
જાણો કોને શપથ માટે આવ્યો ફોન?
અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ, રમેશ કટારાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા મંત્રી મંડળમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ કરાયો છે. પી.સી.બરંડા, જયરામ ગામિત અને નરેશ પટેલનો સમાવેશ કરાયો છે. ભિલોડા, નિઝર અને ગણદેવીથી આદિવાસી ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું છે.તે સિવાય ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા, કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, દર્શનાબેન વાઘેલા, જીતુ વાઘાણી, કચ્છથી ત્રિકમ છાંગા, જયરામ ગામિત, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને શપથ માટે ફોન આવ્યો હતો.
નવા પદનામિત મંત્રીઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે
નવા પદનામિત મંત્રીઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા અને કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને પણ શપથ માટે ફોન કરવામાં આવ્યો હતો.
પાંચ મંત્રીઓના રાજીનામા કર્યા નામંજૂર
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 16 પૈકી 6 મંત્રીઓ રિપીટ કરાયા હતા. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકી, હર્ષ સંઘવી મંત્રી મંડળમાં યથાવત રહેશે. રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ થશે તેને જ શપથ લેવાના રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ મંત્રીઓના રાજીનામા નામંજૂર કર્યા હતા. હવે ચાર મંત્રીઓના રાજીનામા નામંજૂર થતા ફરીથી શપથ લેવા પડશે નહીં. માત્ર બે મંત્રીઓ કેબિનેટમાં પ્રમોટ થતા શપથ લેવા પડશે. આજે શપથ ગ્રહણ સમારોહમાં 21 મંત્રીઓ જ શપથ લેશે.





















