કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના દર્દીની સારવાર અને મેડિકલ સ્ટાફને લઈને મોટી જાહેરાત કરી છે.
સરકારમાં મેડિકલ ક્ષેત્રે કામ કરતાં તમામ કર્મચારીઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ તજજ્ઞ ડોકટરોને અઢી લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી કે હવેથી રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવશે. કોવિડની સારવાર માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નહીં પડે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ વધતાં જાય છે ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટ કે પ્રાઈવેટ કે કોઈપણ હોસ્પિટલ હોય, જ્યાં કોવિડ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓની ઝડપથી પથારીઓ ભરાઈ જાય છે. જેને ધ્યાનમાં રાખી કોર ગ્રુપની બેઠકમાં નિર્ણય કર્યો છે કે હવે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાના, નર્સિંગ હોમના ડોક્ટરો કે સંચાલકો પોતાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. 15 જુન સુધી સારવાર કરવા માટે મંજૂરી આપે છે. અને આ માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. ફક્ત કલેક્ટર કે અધિકારીને જાણ કરવાની રહેશે