શોધખોળ કરો

ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ: મનરેગા બચાવવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર

ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા! મનરેગા કૌભાંડ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો. અમિત ચાવડા, તુષાર ચૌધરી અને ગેનીબેનના આકરા નિવેદનો જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Gujarat Congress Protest: કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાને સ્થાને નવી 'વિકસિત ભારત જી રામ જી' યોજના લાવવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ, સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 'મનરેગા બચાવો સંગ્રામ' ના નેજા હેઠળ વિશાળ 'જન આક્રોશ સભા' યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા લોકો, ખેડૂતો, આદિવાસીઓ અને મહિલા કર્મચારીઓની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત, 2027 ની વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી ગુજરાતમાં અગાઉથી પ્રચાર કરશે તેવી જાહેરાત કરીને કોંગ્રેસે આગામી ચૂંટણીનો રોડમેપ પણ સ્પષ્ટ કર્યો છે.

અમિત ચાવડાનો હુંકાર: "ગોળી ખાવી પડે તોય તમારા માટે લડીશું"

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું કે, અહીં ઉપસ્થિત જનમેદની મનરેગા કૌભાંડ અને મહિલા કર્મચારીઓના શોષણના જીવતા જાગતા પુરાવાઓ સાથે આવી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, "રાહુલ ગાંધીના યોદ્ધાઓ તમારા માટે રસ્તા પર અને વિધાનસભામાં લડશે, જરૂર પડશે તો લાઠી અને ગોળી પણ ખાઈશું." ચાવડાએ જન આક્રોશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ યાત્રા દરમિયાન દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, લોકો ખુલ્લેઆમ કહે છે કે પોલીસ હપ્તા લે છે. તેમણે આદિવાસીઓના અધિકારો અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવાનો કોંગ્રેસનો સંકલ્પ દોહરાવ્યો.

ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ: મનરેગા બચાવવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર

ડબલ એન્જિન સરકાર પર તુષાર ચૌધરી અને ભરતસિંહના પ્રહારો

વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ ભાજપના 'ડબલ એન્જિન' ના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, "એક એન્જિન ભાવ વધારે છે અને બીજું ભ્રષ્ટાચાર કરે છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ખરેખર વિકાસ થયો હોય તો રાજ્યના 3.65 કરોડ લોકોને મફત અનાજ કેમ આપવું પડે છે? તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે કલેક્ટરોની ધરપકડનો હવાલો આપતા સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ તો ભાજપ પર અંગ્રેજો કરતા પણ વધુ ભ્રષ્ટાચાર કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો.

ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ: મનરેગા બચાવવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર

બેલેટ પેપરથી ચૂંટણી અને મહિલા મંત્રીઓ પર કટાક્ષ

ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો ખરેખર 30 વર્ષ સુશાસન આપ્યું હોય, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવી જુઓ, 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે. તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી ટીમ' ગણાવી. સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂ ડ્રગ્સના દૂષણ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રહારો કર્યા. મહિલા નેતા જેની ઠુમ્મરે મહિલા મંત્રીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ માત્ર 20 હજાર રૂપિયાની મોંઘી સાડીઓ પહેરવા જ મંત્રી બન્યા છે અને મહિલાઓના પ્રશ્ને મૌન સેવે છે. આદિવાસી નેતા અનંત પટેલે ભાજપને 'નારંગી ગેંગ' ગણાવી અન્યાયી સરકારને બદલવા અપીલ કરી હતી.

Frequently Asked Questions

મનરેગા યોજનાને સ્થાને કઈ નવી યોજના લાવવાનો વિરોધ થઈ રહ્યો છે?

કેન્દ્ર સરકાર મનરેગા યોજનાને સ્થાને 'વિકસિત ભારત જી રામ જી' નામની નવી યોજના લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેનો ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસે 'મનરેગા બચાવો સંગ્રામ' ક્યારે અને ક્યાં યોજ્યો?

ગુજરાત કોંગ્રેસે 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 'મનરેગા બચાવો સંગ્રામ' હેઠળ 'જન આક્રોશ સભા' યોજી હતી.

અમિત ચાવડાએ મનરેગા યોજનાના વિરોધમાં શું કહ્યું?

અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ મનરેગા કૌભાંડ અને શોષણ સામે લડશે, અને જરૂર પડ્યે લાઠી અને ગોળી પણ ખાશે.

તુષાર ચૌધરીએ ભાજપના 'ડબલ એન્જિન' સરકાર પર શું પ્રહાર કર્યો?

તુષાર ચૌધરીએ કહ્યું કે 'ડબલ એન્જિન' માં એક એન્જિન ભાવ વધારે છે અને બીજું ભ્રષ્ટાચાર કરે છે. જો વિકાસ થયો હોય તો લોકોને મફત અનાજ કેમ આપવું પડે?

શૈલેષ પરમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે શું પડકાર ફેંક્યો?

શૈલેષ પરમારે ભાજપને પડકાર ફેંક્યો કે જો 30 વર્ષ સુશાસન આપ્યું હોય તો આગામી સ્થાનિક ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવી જુઓ, 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget