પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પોરબંદર કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે. આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પોઝિટિવ આવતા સંપર્કમાં આવેલા લોકોમાં ચિંતા વધી છે. 




રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 


 


રાજ્યમાં આજે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 


 



કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-5, વડોદરા કોર્પોરેશન-4, સુરતમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરુચ 1, છોટા ઉદેપુર  1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠામાં 1  મોત સાથે કુલ 67 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4922 પર પહોંચી ગયો છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 2251,  સુરત કોર્પોરેશનમાં 1264, રાજકોટ  કોર્પોરેશનમાં 529,   વડોદરા કોર્પોરેશનમાં 247, જામનગર કોર્પોરેશન 187, મહેસાણા 177, સુરત 177,   બનાસકાંઠા 137, વડોદરા 130, જામનગર 115, પાટણ 110, અમરેલી 98, ભરુચ 87, રાજકોટ 87, ભાવનગર કોર્પોરેશન 81, આણંદ 68,  જૂનાગઢ કોર્પોરેશન 65, મોરબી 65, પંચમહાલ 61, દાહોદ 58, કચ્છ 58, ગાંધીનગર 56, સુરેન્દ્રનગર 55,  ગાંધીનગર કોર્પોરેશન 54, જૂનાગઢ 48, ભાવનગર 47,ખેડા 46, સાબરકાંઠા 46, નવસારી 44, મહીસાગર 39, વલસાડ 32, અમદાવાદ 31, દેવભૂમિ દ્વારકા 27, ગીર સોમનાથ 23, નર્મદા 22 અને તાપીમાં 21 કેસ નોંધાયા હતા. 


 


કેટલા લોકોએ લીધી રસી


 


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.