અમદાવાદ :  ગુજરાત કૉંગ્રેસના નેતા મનહર પટેલે કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખી ખળભળાટ મચાવી દિધો છે.  છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ અગ્રણી કૉંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પર કૉંગ્રેસના નેતા મનહર પટેલે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ પાર્ટી છોડી હોય તેવા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.       

કૉંગ્રેસ પાર્ટી છોડનારા નેતાઓની યાદી પણ જાહેર કરી

ગુજરાત કૉંગ્રેસના નેતા મનહર પટેલે પોતાના આ પત્રમાં કૉંગ્રેસ પાર્ટી છોડનારા નેતાઓની યાદી પણ જાહેર કરી છે. મનહર પટેલના કેંદ્રીય નેતૃત્વને લખવામાં આવેલા આ પત્રને લઈ ખળભળાટ મચી ગયો છે.       

કુલ 46 ધારાસભ્ય/સાંસદોએ કોંગ્રેસ પક્ષ છોડ્યો  મનહર પટેલે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે.  પાર્ટી છોડનારાઓએ કૉંગ્રેસની વિચારધારા અને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે.  કૉંગ્રેસના નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત કહેવાય. કૉંગ્રેસના નેતા મનહર પટેલે રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતૃત્વને આ મામલે ઉચ્ચ તપાસ કરવા પત્ર લખ્યો છે.  જવાબદાર કૉંગ્રેસના નેતાઓ સામે પગલા લેવા મનહર પટેલે માંગ કરી છે.  2012 થી 2023 મા ગુજરાત કોંગ્રેસના કુલ 46 ધારાસભ્ય/સાંસદોએ કોંગ્રેસ પક્ષ છોડ્યો હોવાની વાત મનહર પટેલે કરી છે. આ સાથે જ કૉંગ્રેસ પક્ષ છોડાનારા ધારસભ્ય, સાંસદ અને નેતાઓની યાદી પણ તેમણે જાહેર કરી છે.  

કોંગ્રેસના નેતૃત્વને આ મામલે ઉચ્ચ તપાસ કરવા પત્ર લખ્યો

કૉંગ્રેસના નેતા મનહર પટેલે કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખ્યો છે.  છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ અગ્રણી કૉંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી હોવાનું કહ્યું છે.  મનહર પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે.  પાર્ટી છોડનારાઓએ કોગ્રેસની વિચારધારા અને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે. કૉંગ્રેસના નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત કહેવાય.  મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વને આ મામલે ઉચ્ચ તપાસ કરવા પત્ર લખ્યો છે.  

મનહર પટેલ ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા છે. તેઓ 107-બોટાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમની હાર થઈ હતી. મનહર પટેલ ગુજરાત કૉંગ્રેસના ટોચના નેતાઓમાં આવે છે.