દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા ત્રિ-દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી છે. આજે કોંગ્રેસની ચિંતન શિબિરનો ત્રીજો દિવસ છે. ચિંતન શિબિરમાં પ્રભારી રઘુ શર્માએ સૂચના આપી હતી કે, આગામી માર્ચ મહિનામાં સંઘર્ષના કાર્યક્રમ કરવા. યુથકોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિતના સેલ તૈયારી કરે.
તેમણે કહ્યું કે, મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ કાર્યક્રમ આપે. બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ કાર્યક્રમ આપે. પેપરલીકકાંડ મુદ્દે NSUI કાર્યક્રમ આપે. કાર્યક્રમ તૈયાર કરો તારીખો પ્રદેશ કોંગ્રેસ આપશે. આજે ચિંતન શિબિરમાં લોક કલાકારો અંગે કોંગ્રેસનો આકરો નિર્ણય લેવાયો છે. ભાજપના ખોટા વખાણ કરતા કલાકારોને અટકાવવા. કાર્યકરોએ સ્ટેજ પર જઈને આવા કલાકારોને અટકાવવા. ભાજપના વખાણ કરનારા કલાકારોને કોંગ્રેસના લોકોએ બોલાવવા નહિ.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બંધ બારમે બેઠક મળી હતી. ચિંતન શિબિર સ્થળ પર જ બંધ બારણે બેઠક મળી હતી. બેઠકમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા, સુખરામ રાઠવા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. વિધાનસભા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થઈ. પ્રદેશ માળખાને લઈ પણ સંભવિત ચર્ચા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ચિંતન શિબિરમાં નેતાઓ અને આગેવાનોને સંબોધી રહ્યા છે. ગુજરાતમાં મને ઘણું સારું લાગે છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી પેદા થઈ છે. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતીએ આપી. રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે મહાભારત યુદ્ધની વાત કરી હતી. આ સાથે પૂજારીએ તેમને કરેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો. આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને સારું લાગે છે અને સિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ યુનિક રીતે કામ કરે છે. આપણી પાર્ટી ગુજરાતથી જન્મેલી છે. દરેક પ્રદેશમાં કોંગ્રેસ ઉભી થઈ હતી. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપી હતી. નહેરુ, સરદાર પટેલ અને ગાંધીજીએ માર્ગદર્શન આપ્યું હતું. મારા પરદાદા પણ ગાંધીજી સાથે કામ કરતા હતા. નેહરુએ કોઈને ગાંધીજી વિશે એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું કહું કે, હું સાચો છું અને ગાંધીજી ખોટા છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે, મારું દિલ કહે છે કે ગાંધીજી સાચા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યા. ભાજપનો ઉલ્લેખ કર્યા વગર શ્રી કૃષ્ણનું ઉદહર આપીને કર્યા પ્રહાર.
શ્રી કૃષ્ણ સત્ય સાથે હતા અને તેની સેના જૂથ સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે. આપણી પાસે કશું જ નથી.તમારે સચ્ચાઇની લડાઇ લડવી થે કે જુઠ્ઠી. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે ગાંધીજીની ફોટો તરફ ઇશારો કરી કહેયું સચ્ચાઇ આવી હોય છે.