ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,796  એક્ટિવ કેસ છે, જ્યારે 78,913 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,704 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 97,745 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે  અમદાવાદ કોર્પોરેશનનમાં 4, સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, જામનગર કોર્પોરેશમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1   મળી  કુલ 14  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 145,  સુરતમાં 114, જામનગર કોર્પોરેશમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 89, વડોદરા કોર્પોરેશનાં 85, ભાવનગર કોર્પોરેશન અને પંચમહાલમાં 37-37, રાજકોટ અને વડોદરામાં 36-36, અમરેલીમાં 31, મહેસાણામાં 30, પાટણમાં 26, ભરૂચમાં 25, મોરબીમાં 23, કચ્છ-નવસારી-સુરેન્દ્રનગરમાં 20-20, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગર કોર્પોરેશનમાં 19-19 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1131 દર્દી સાજા થયા હતા અને 78,070 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 24,09,906  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.73 ટકા છે.



રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,54,685 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,54,205 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 480 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.