ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4251 નવા કેસ નોંધાયા છે અને 65 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9469 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8783 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 



રાજ્યમાં અત્યાર સુધી 676581 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84421 પર પહોંચ્યો છે. જેમાંથી 692 દર્દી વેન્ટિલેટર પર અને 83729 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.97  ટકા છે.  



ક્યાં કેટલા કેસ નોંધાયા ?


આજે  અમદાવાદ કોર્પોરેશન ૮૦૩, વડોદરા કોર્પોરેશન- ૩૬૭, સુરત કોર્પોરેશન-૨૬૯, રાજકોટ કોર્પોરેશન- ૧૭૫, વડોદરા- ૧૭૨, સુરત-૧૭૧, ભાવનગર કોપોરેશન- ૧૩૬,જામનગર કોપોરેશન- ૧૨૩, પંચમહાલ ૧૨૦, આણંદ- ૧૧૬, રાજકોટ-૧૧૨, કચ્છ-૧૦૩, જુનાગઢ કોર્પોરેશન-૯૨, મહેસાણા- ૯૨, ભરૂચ- ૯૧, બનાસકાંઠા-૮૯, ભાવનગર-૮૮, પોરબંદર-૮૩, ખેડા- ૮૧, સાબરકાંઠા-૮૧, મહીસાગર-૭૮, દાહોદ- ૭૬, દેવભૂમિ દ્વારકા-૭૧, જામનગર- ૬૩, નવસારી-૬૦, જુનાગઢ-૫૭, અમરેલી- ૫૪, ગાંધીનગર -૫૪, અરવલ્લી-૫૧, નર્મદા- ૫૦, પાટણ-૪૮, વલસાડ-૪૭, ગાંધીનગર કોર્પોરેશન-૪૫, ગીર સોમનાથ-૪૧, અમદાવાદ- ૨૮,  મોરબી-૨૩, છોટા ઉદેપુર -૧૧, સુરેન્દ્રનગર-૧૧, તાપી- ૯, ડાંગ -૭ અને બોટાદમાં  3 કેસ સાથે કુલ  4251 કેસ નોંધાયા છે. 



ક્યાં કેટલા મોત થયા ? 


આજે  અમદાવાદ કોપોરેશનમાં 9, વડોદરા કોપોરેશન- 4 ,સુરત કોર્પોરેશન-4, રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા- 3, સુરત-3, ભાવનગર કોપોરેશન-1,જામનગર કોપોરેશન- 3, પંચમહાલ 1, આણંદ- 1, રાજકોટ-3, કચ્છ-2, જુનાગઢ કોર્પોરેશન-2, મહેસાણા- 3, ભરૂચ- 2, બનાસકાંઠા-3, ભાવનગર-1, પોરબંદર-1, ખેડા- 1, સાબરકાંઠા-2, દેવભૂમિ દ્વારકા-1, જામનગર- 2, નવસારી-1, જુનાગઢ-2, અમરેલી- 1, ગાંધીનગર -1, અરવલ્લી-1, પાટણ-1,  ગીર સોમનાથ-1, અમદાવાદ- 1 અને તાપીમાં 1ના મોત સાથે કુલ 65 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.