Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 49 કેસ નોંધાયા છે, એટલે કે અડધાથી વધારે કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 336 એક્ટિવ છે અને 5 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ


અમદાવાદ કોર્પોરેશનમાં 49, મહેસાણામાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 5, પોરબંદરમાં 2, રાજકોટમાં 2, અમદેલી, ભરૂચ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 1154 લોકોએ રસીના ડોઝ લીધા છે.


ઈન્ફલુએન્ઝાના વાયરસના અમદાવાદમાં  કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગ એલર્ટ મોડ ઉપર


આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાઈરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં. ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જોવા મળતા હોય છે.કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા  જેવા લક્ષણ પણ જોવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો. અમદાવાદમાં કેસ નોંધાતા તંત્ર એલર્ટ છે.