Gujarat corona Upadate: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના  છેલ્લા 24 કલાકમાં 225 નવા કેસ નોંધાયા છે.  337 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં આજે કોરોના સંક્રમિત કુલ 1  દર્દીઓનાં મોત થયાં છે. રાજકોટ શહેરમાં 1 મોત થયું છે.  રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
 
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 225 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 80 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 25,  વડોદરા કોર્પોરેશન 29, રાજકોટ કોર્પોરેશનમાં 9, ડાંગમાં 11, વલસાડ 8, સુરત 6, ગાંધીનગર  કોર્પોરેશનમાં 5   કેસ નોંધાયો છે. 


આજે કુલ 1 દર્દીનું મોત


કોરોનાથી આજે રાજ્યમાં કુલ 1 દર્દીનું મોત થયું છે.  આ સાથે રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ દર્દીઓના મોતનો આંકડો 11008 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1755 એક્ટિવ કેસ છે. જેમાંથી 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો બીજી તરફ આજે કુલ 337 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. અને આજના આંકડા સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1257307  લોકો કોરોનાથી સાજા થયા છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક આંદોલન સમેટાયું


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર વધુ એક આંદોલન ખાળવામાં સફળ રહી છે. રાજ્ય કર્મચારી મહામંડળે પોતાનુ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, તમામ લોકો સાથેની ચર્ચા બાદ કર્મચારી મહામંડલની માંગણીઓ સંદર્ભે ચર્ચા કરાય છે. રાજ્યના હિતમાં જે નિર્ણયો લેવાના થશે તે લેવામાં આવશે. 


રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંધવી, બ્રિજેશ મેરજા, નિમિષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલ બેઠકમાં તેઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા આ નિર્ણય કરાયો છે.


જીતુ વાઘાણીએ  જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરાઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહાનુભૂતિપૂર્વક પંચાયતના કર્મીઓ દ્વારા જે માગણીઓ આવી છે તેનો આગામી એક માસમાં રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.