Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 18 નવા કેસ નોંધાયા છે, જ્યારે 81 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.11 ટકા છે, અત્યાર સુધીમાં 12,79,538 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.


રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ


રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 433 છે, જેમાથી 430 સ્ટેબલ છે અને 3 વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 12,79,538 દર્દી ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11,075 દર્દીના કોરોનાથી મોત થયા છે.


કયા શહેરમાં કેટલા નોંધાયા કેસ


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરતમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, આણંદ, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા.


કોવિડ 19 (COVID-19) એ લોકોને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ અસર કરી છે. કોરોના વાયરસના કારણે હૃદય, ફેફસાં, કિડની અને અન્ય અંગો પણ પ્રભાવિત થયા છે. એકવાર કોવિડની પકડમાં આવ્યા બાદ અનેક રોગોનું જોખમ વધી ગયું છે. ખોટી જીવનશૈલી અને બેદરકારીના કારણે તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. આ રોગોને કોવિડ 19 પછીની આડઅસરો માનવામાં આવે છે. ચાલો જાણીએ કોવિડ પછી થનારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે…


માનસિક સ્વાસ્થ્ય પર અસર


જે લોકો કોરોનાનો શિકાર બન્યા હતા તેમનામાં ડિપ્રેશન, ચિંતા, યાદશક્તિ ગુમાવવાની સમસ્યાઓ જોવા મળી છે. કોવિડને કારણે ખાવાનું, લાંબા સમય સુધી અલગ રહેવું અને આર્થિક રીતે નબળા રહેવાથી તણાવ તેના શિકાર બને છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે.


શ્વાસની તકલીફ


કોરોનાથી સંક્રમિત મોટાભાગના લોકોને કફની ફરિયાદો મળી રહી છે. ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં લાંબા સમય સુધી જકડાઈ જવાની સમસ્યા રહે છે. જેમને પહેલાથી જ શ્વાસની તકલીફ છે તેઓ વધુ ચિંતિત છે.


હાયપરટેન્શન


કોરોના દરમિયાન તણાવના કારણે ઘણા લોકો હાઈપરટેન્શનની ચપેટમાં પણ આવી ગયા છે. આ રોગચાળા પછી બીપીની સમસ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.


હૃદય રોગ


કોવિડ 19 પછી લોકોમાં હૃદયની બીમારીઓ પણ જોવા મળી રહી છે. કોવિડની ઝપેટમાં આવેલા લોકોના હૃદયના ધબકારા પણ અચાનક જ અસાધારણ બની રહ્યા છે. બ્લડ ક્લોટ અને હાર્ટ ફેલ થવા જેવી ફરિયાદો પણ આવી રહી છે.


કેન્સર


કોવિડ 19 વાયરસે ઘણા પ્રોટીનને નુકસાન પહોંચાડ્યું છે જે શરીરને સ્વસ્થ રાખે છે. જેના કારણે કેન્સરનો ખતરો પણ વધી શકે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાને કારણે અનેક ગંભીર બીમારીઓએ પોતાનો ભોગ લેવાનું શરૂ કર્યું છે