અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) જેટ ગતિએ વધી રહ્યું છે. બુધવારે રાજ્યમાં 2300થી વધુ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ (Highest Corona Cases) કેસ છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 2200થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા પાંચ જ દિવસમાં 11,000થી વધુ કેસ નોંધાયા છે. જેના પરથી રાજ્યમાં કોરોના સંક્રમણ કઈ હદે વધી રહ્યું છે તેનો ખ્યાલ આવે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં નોંધાયેલા કેસ

તારીખ

નોંધાયેલા કેસ

મોત

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

11,378

40

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

બુધવારે રાજ્યમાં Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronaથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (Corona Vaccine) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને Coronaની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

આજનું રાશિફળઃ  આ રાશિના જાતકોને સરકારી નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો મેષથી લઈ મીન રાશિના જાતકોનું રાશિફળ

મોદી સરકારે મધ્યમ વર્ગને આપ્યો મોટો ઝાટકો, નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કર્યો ધરખમ ઘટાડો