ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 285 નવા કેસ નોંધાયા હતા જ્યારે 302 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણના કારણે બે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને અમદાવાદમાં 1 મળી કુલ 2 લોકોના મોત થયા છે.  કોરોનાથી કુલ મૃત્યુઆંક 4399 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 1781 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1751 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4399 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 302 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,58,270 પર પહોંચી છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 67, અમદાવાદ કોર્પોરેશનમાં 49, સુરત કોર્પોરેશનમાં 42 , રાજકોટ કોર્પોરેશનમાં 39, વડોદરામાં 10, ગીર સોમનાથ-8, રાજકોટ-8, કચ્છ 6, ભાવનગર કોર્પોરેશન-5, ગાંધીનગર કોર્પોરેશન-5 અને જામનગરમાં 5 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 7,41,788 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 27,657 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.