ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 316 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 9 મહીના બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.00 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 335 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,53, 703 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3450 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 3417 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4387 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 67, સુરત કોર્પોરેશનમાં 39, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરામાં 12, રાજકોટ 10, કચ્છ 8, સુરત 8, મહેસાણા 7, જામનગર કોર્પોરેશન 6, ગાંધીનગર અને જૂનાગઢ 5-5 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી 3,00,755 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે હેલ્થ કેર વર્કર સિવાય ફ્રન્ટલાઈનન વર્કરોને પણ રસીકરણમાં આવરી લેવાયા છે.
Gujarat Corona Cases Update: 9 મહીના બાદ રાજ્યમાં કોરોનાથી એકપણ મોત નહી, છેલ્લા 24 કલાકમાં 316 નવા કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jan 2021 07:58 PM (IST)
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 316 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 9 મહીના બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું.
ફાઈલ ફોટો
- - - - - - - - - Advertisement - - - - - - - - -