રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,40,105પર પહોંચી છે.રાજ્યમાં હાલ 10631 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,25,206 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 10569 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશમાં-2 અને રાજકોટમાં એક દર્દીના મોત સાથે કુલ 6 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 184, સુરત કોર્પોરેશનમાં 122 , વડોદરા કોર્પોરેશનમાં 107, રાજકોટ કોર્પોરેશનમાં 62, ખેડા-32, સુરતમાં-31, વડોદરા-31, દાહોદ-23, અમરેલી-21, રાજકોટ-21, મહેસાણા-20, ભાવનગર કોર્પોરેશન -19, ભરુચ-17, ગાંધીનગર-17, ગાંધીનગર કોર્પોરેશન-19, ભરુચ-17, ગાંધીનગર-17 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1114 દર્દી સાજા થયા હતા અને 56,970 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 93,30,491 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.79 ટકા છે.