ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 39 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં કુલ  દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.   


અત્યાર સુધી 274 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 269 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,452 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.


ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ


 


સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 3,  વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદ 2, ગાંધીનગર કોર્પોરેશન 2, પંચમહાલ 2, અમરેલી 1,  ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1,  જામનગર 1,  જૂનાગઢ 1  મોરબી 1, સાબરકાંઠા 1, સુરત 1 અને વડોદરા 1 કેસ નોંધાયો હતો.


અહીં ન નોંધાયો એક પણ કેસ


 


અમદાવાદ, આણંદ,  અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.


8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત


સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.  31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.  લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે અને આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.


મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.


રાજ્યમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.