ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ થઇ છે.   રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.  


લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે.  શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે.


અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.


રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ૩૦ એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.


ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના નિર્ણય બાબતે રાજ્યની કોર કમિટિની સાંજે બેઠક યોજાઈ હતી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.  


રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 17 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 17348 થઈ છે. 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24  ટકા છે.