ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1126 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2822 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,410  એક્ટિવ કેસ છે, જ્યારે 63,710 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,942 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, અમરેલીમાં 2, ભાવનગરમાં 2, કચ્છમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 એમ  કુલ 20  લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 89,  સુરતમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 65,  જામનગર કોર્પોરેશનમાં 53, મોરબીમાં 46,  પંચમહાલમાં 39, રાજકોટમાં 33, દાહોદમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, બનાસકાંઠા અને ભરૂચમાં 26-26 કેસ નોંધાયા છે. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1131 દર્દી સાજા થયા હતા અને 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 14,15,598  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,07,188 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,06,400 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 816 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.