ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1175 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3598 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,959 એક્ટિવ કેસ છે, જ્યારે 1,36,541 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,880 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,55,098 પર પહોંચી છે.
રાજ્યમાં કેટલો છે રિકવરી કેટ
રાજ્યમાં આજે કુલ 1414 દર્દી સાજા થયા હતા અને 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 51,65,670 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.04 ટકા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, પાટણમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 165, રાજકોટ કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 76, જામનગર કોર્પોરેશનમાં 60, વડોદરામાં 40, મહેસાણામાં 37, રાજકોટમાં 29, અમરેલીમાં 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભરૂચમાં 25, જામનગરમાં 25, પાટણ 23, સુરેન્દ્રનગર 23, જુનાગઢમાં 21, જુનાગઢ કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20 કેસ નોંધાયા હતા.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,74,682 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,74,441 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 241 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.