અમદાવાદઃ ગુજરાત (Gujarat)માં આજે કોરોનાના (Corona) 18 કેસ નોંધાયા છે. તેની સામે 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,296 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 149 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 143 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે. 


રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યામાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રસીકરણની વાત કરીએ તો આજે  5,58,054 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 5,02,62,761 લોકોને રસી આપવામાં આવી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 11 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, કચ્છ 2, નવસારી 2,  વડોદરા કોર્પોરેશન 2 ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને તાપીમાં  1 કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18 કેસ નોંધાયા છે.


રાજ્યમાં ભારે વરસાદની આગાહી,  NDRFની 9 ટીમો કરાઈ તૈનાત 


ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના  પગલે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. અત્યાર સુધી રાજયના 65 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની 4 ટીમો અને અને દક્ષિણ ગુજરાતમાં 3 ટીમો ડિપ્લોઇ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અમરેલીમાં પણ એક ટીમ મોકલવામાં આવશે. વરસાદની આગાહીના પગલે  NDRFની 9 ટીમો તૈનાત કરાઈ છે.



હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની  આગાહી કરી છે.  સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  માછીમારોને દરિયો ન ખેડવા  સૂચના અપાઈ છે.  આગામી  8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદ રહેશે.  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે.